ધજાઓ નડી છે : જિતુ પુરોહિત
સજા જે બધી આ અહીં સાંપડી છે,
અમોને અમારી શરાફત નડી છે.
અહીં વીજ જ્યારે ધરા પર પડી છે,
બધી વેળા મારા જ માથે પડી છે.
હવે હાથ રહેવું છે મુશ્કિલ હૃદય આ;
અહીં કૈંક ઇચ્છાઓ જીદે ચઢી છે.
ન જાણે એ કોના વિરહમાં તડપતી;
જુઓ રાતભર ખૂબ શબનમ રડી છે.
તને મેળવી લેત ક્ષણમાં પરંતુ;
મને આ ફરકતી ધજાઓ નડી છે.
- જિતુ પુરોહિત
માણસ થવાની મથામણમાં કેટકેટલી સજાઓ સાંપડે છે ? એક તો બધી વીજળીઓ આપણે જ માથે તૂટતી હોય ત્યારે જીદે ચઢેલી ઇચ્છાઓ હાથમાં/કાબૂમાં રાખવી મુશ્કેલ જ હોય છે અને તે સજારૂપ જ લાગે છે. પણ જાણે રાતભર રડેલ કોઇના આંસુ જેમ પરોઢિયે ઝાકળ બની પુષ્પની શોભા બની જાય તેમ આપણે પણ ……?!! તો ઈશ્વરને પણ સામાન્ય ‘જણ’ બની ક્યાં મળાય છે એની ફરકતી ધજાઓ પણ આપણને નડે છે. તિરુપતિમાં ઑનલાઈન ટિકિટ લઈ ગર્ભગૃહમાં જઈ શકાય છે અને શ્રીનાથજીમાં પણ રાજભોગ ધરાવો તો છેક અંદર સુધી ઍન્ટ્રી બાકી તો ………??
.

સુંદર ગઝલ…
…મારી દૃષ્ટિએ અહીં ધજાઓ એટલે અલગ-અલગ સંપ્રદાય.. ઈશ્વરને પામવામાં મદદ કરવા માટે સ્થપાયેલા અલગ અલગ ધર્મના અલગ અલગ સંપ્રદાયો જ હકીકતમાં ઈશ્વરને પામવાના માર્ગમાં વ્યવધાન ઊભું કરે છે…
સુંદર ગઝલ બની છે…. અને એમાંય આ પંક્તિ ખાસ ગમી
તને મેળવી લેત ક્ષણમાં પરંતુ;
મને આ ફરકતી ધજાઓ નડી છે.
વિવેકભાઈ…
સરસ અર્થચ્છાયા ઉપસી છે, ખરું ને ?
જો કે મેં પહેલાં ત્રણ શેરના સંદર્ભમાં આ અર્થ લીધો
મને પણ પહેલાં આ જ વિચાર આવેલો.