ક્ષણના અવસર : હરદ્વાર ગોસ્વામી

    ખુદને ખુદથી એમ અલગ કર;
    સ્હેજ અમસ્તું રહે ન અંતર.

    જોજન ઈચ્છાઓને તેડી,
    બોલો કયારે પ્હોંચાયું ઘર !

    તારો ઈશ્વર તારા જેવો,
    મારા જેવો મારો ઈશ્વર.

    આંખો સામે તું આવે છે,
    મને પુકારું મારી અંદર.

    સાત જનમનો શોક મૂકીને,
    ઉજવી લે તું ક્ષણના અવસર.

    - હરદ્વાર ગોસ્વામી

‘વીણાવેલી’ યોજિત નાટ્ય સ્પર્ધામાં હરદ્વાર ગોસ્વામી રચિત નાટક ત્રીજું સ્થાન પ્રાપ્ત કરે છે તો મિત્રની આનંદની આ ક્ષણને ઉજવવાનો અવસર કેમ ચૂકાય ? મને ગમતી તેની આ ગઝલ સરળ શબ્દોમાં ખૂબ ગહ્.ન વાત કરે છે. ‘દૃષ્ટિ તેવી સૃષ્ટિ’ જેવી મારો ઈશ્વર મારા જેવો વાળી વાત તો ખૂબ જચી જાય એવી છે, ખરું ને ?

.


2 Comments to “ક્ષણના અવસર : હરદ્વાર ગોસ્વામી”

  1. sudhir Patel says:

    Congratulations to dear friend Hardwar Goswamni on this occasion!!!
    Also enjoyed his very nice Gazal again here.
    Sudhir Patel.

  2. તારો ઈશ્વર તારા જેવો,
    મારા જેવો મારો ઈશ્વર.
    -ખૂબ ઊંચા દરજ્જાની વાત…

    નાટ્યસ્પર્ધામાં વિજેતા થવા બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME