પતંગનું કાવ્ય : દામોદર ખુશાલદાસ બોટાદકર

    india_kites
    કંઈક કરતાં તૂટે, તૂટો હવે દ્રઢ દોર આ !
    હૃદય સહસા છૂટે, છૂટો કુસંગતિથી અહા !

    પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે !
    તન ભટકતાં સિંધુ કેરા ભલે હૃદયે ભળે !

    ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે,
    ગિરિકુહુરની ઊંડી ઊંડી શિલા પર છો પડે.

    મૃદુલ ઉરમાં ચીરા ઊંડાં ભલે પળમાં પડે,
    જીવન સઘળું ને એ રીતે સમાપ્ત ભલે બને,

    પણ અધમ આ વૃતિ કેરો વિનાશ અહા થશે,
    પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે;

    રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે,
    ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે.

    - દામોદર ખુશાલદાસ બોટાદકર

મિત્રો, આ ગીત પતંગને ઉદ્દેશીને જ લખાયું છે જો કે આઝાદીની ચળવળ સાથે જોડી દઈ કવિએ તે સમયનાં પ્રવાહ મુજબ ગાંધીવિચારને આ ગીતમાં વણી લીધાં છે. જો કે અધ્યાત્મ રીતે પણ જગતનાં દોરથી છૂટવાની મજા કંઈક ઓર જ હોય અને તો જ તો પતંગની જેમ આત્મા મુક્ત ગગનવિહાર કરી શકે. પતંગ સાથે ટુક્કલ પણ ચગાવીશું આજે વૅબમહેફિલ પર કારણ નરસિંહરાવ દિવેટીયાની પુણ્યતિથિએ પ્રેમળ જ્યોતિ ‘Lead kindly light’ સાથે ….. !!!

.

.


the attachments to this post:

india_kites
india_kites


One Comment to “પતંગનું કાવ્ય : દામોદર ખુશાલદાસ બોટાદકર”

  1. સુંદર ભાવવાહી કાવ્ય… કવિતા એ સમયે માત્ર કવિતા નહોતી, સમાજસેવાનો એક ભાગ પણ હતી….

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME