ગઝલ : જવાહર બક્ષી
બહાનાં કદાચ જોઈ શકાશે ઉજાસમાં
કારણ તો કાંઈ મળશે નહી ગર્ભવાસમાં
કોઇ સુવાસ લાવો ઉતારી દો શ્વાસમાં
ડંખી ગયું છે કોઈ પરિચિત સુવાસમાં
બસ આટલો જ તારા ન હોવાનો ફર્ક છે
હું એકલો જ જાઉં છું એકાંતવાસમાં
ઘરમાં ય નીંગળું તો છું પણ આટલો નહીં
શું થાય છે આ તારા સ્મરણને પ્રવાસમાં ?
હું તારી ગેરહાજરી જેવો સફેદ છું
સારું થયું કે હું નથી રહેતો ઉજાસમાં
એકાંત મારા શ્વાસમાં ઊગી શક્યું નહીં
લાગ્યા કરી છે કોઈ નજર આસપાસમાં
તારી પછેડી ઓઢીને ચોરી ગયો ગઝલ
છટક્યો છું છંદમાંથી ન પકડાયો પ્રાસમાં
- જવાહર બક્ષી
પ્રિયજનની ગેરહાજરી કવિને કેવી ડંખી છે કે બોલી ઊઠે છે, તારા ન હોવાથી મારે એકાંતવાસમાં એકલાં જવું પડે છે ?!! તો તારી ગેરહાજરી જેવો સફેદ છું …… !!
.

અર્થગહન ગઝલ… ફરીથી મમળાવવાની ફરજ પડશે…
Enjoyed this nice Gazal from Jawahar Baxi.
Sudhir Patel.
nice gazal…as usual for javahar baxi…