મળી જશે : શ્યામ સાધુ
મંઝિલ ન હોય જેની એ રસ્તા મળી જશે,
આંખો મીંચીશું એટલે સપનાં મળી જશે.
વૃક્ષોની લીલી છાંયના કલશોર આથમ્યા,
પાછા ગુલાબી રંગના નકશા મળી જશે !
એવું બને કે યાદના દરવાજા બંધ હો,
એવું બને કે આપના ચહેરા મળી જશે !
કે’ છે કે ખુશ્બો એકલી રઝળે છે બાગમાં,
ચાલો, ગઈ બહારના કિસ્સા મળી જશે !
દિલકશ ઉદાસી જેવું કશુંક શ્વાસમાં ઢળે,
અમને વિરહના શક્ય છે મત્લા મળી જશે !
- શ્યામ સાધુ

wow! nice gazal by shyam saadhu. thank you pinki beti
સુંદર ગઝલ પિંકી!
હાઆઆઆશ… ફાઈનલી તારો પ્રોબ્લેમ સોલ્વ થયો એટલે આજે ધણા વખતે તારી સાઈટ ખૂલી શકી !
ખુશબૂદાર ગઝલ… મજા આવી… બધા શેર સુંદર થયા છે..