ચાદર કબીરાની : જગન્નાથ રાજગુરુ

 

 

હાથમાં કરતાલ મીરાંની હતી,
ને ખરજમાં કાફી ધીરાની હતી.

અય નબી, તારા નબીરાની હતી,
દાસ્તાં મૌજે-ફકીરાની હતી.

હું હતો ને તું હતી, અંટસ હતી,
બસ હયાતી લીરે-લીરાની હતી.

પાંવમાં છનછન છનન, છનછન છનન,
તાન તિરકિટ ધા – મંજીરાની હતી.

ને કપૂરી નામ વેરાતાં ગયાં,
દોટ પણ કેવી અધીરાની હતી !

આજ આ કફની ગઝલની પ્હેરી છે,
એ કદી ચાદર કબીરાની હતી.

- જગન્નાથ રાજગુરુ

 

મીરાં, ધીરો, કબીર,નબી ખુદ ગઝલ બની આપણને છનન છન , તિરકિટ ધા તાલમાં મસ્તાન કરી ઈશ્વરીય અનુભૂતિ કરાવે છે. જગન્નાથ રાજગુરુની કલમે પરમ તત્ત્વનું શબ્દદેહે અવતરણ થયું ?!!

 

 

 


2 Comments to “ચાદર કબીરાની : જગન્નાથ રાજગુરુ”

  1. વાંચતાવેંત ગમી-સ્પર્શી જાય એવી વિચારપ્રેરક ગઝલ… ખૂબ આનંદ થયો… આભાર…

  2. સુંદર,

    ગઝલમાં પણ આધ્યાત્મ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME