સાચવું છું : એસ.એસ.રાહી
સ્મરણનાં છે ઊંડાં વમળ સાચવું છું,
સૂકાયેલ જળનાં કમળ સાચવું છું.
હવે એને જોઈ મૂકી દઉં છું પાછું,
છે પ્હેરણમાં બે-ત્રણ તે સળ સાચવું છું.
તમારા પ્રથમ પત્રની માવજતમાં,
તમારા જ કંપનની પળ સાચવું છું.
ભલે યાદ ઊડી ગઈ બાષ્પ થઈને,
છતાં પ્રેમ-કિસ્સાનાં જળ સાચવું છું.
હું પાતાળમાં એનું રક્ષણ કરું છું,
ગઝલથી સભર છે તે સળ સાચવું છું.
- એસ.એસ.રાહી
સૂકાયેલ જળમાં કમળ સાચવવાં મુશ્કેલ છે તેમ પ્રેમનાં મધમીઠાં સ્મરણ તેના વિરહના વેરાન રણમાં સાચવી રહ્યાં છે. સળમાં , જળમાં, કે પળમાં પણ…….. ?!!
.

સુંદર ગઝલ…
ભલે યાદ ઊડી ગઈ બાષ્પ થઈને,
છતાં પ્રેમ-કિસ્સાનાં જળ સાચવું છું.
હું પાતાળમાં એનું રક્ષણ કરું છું,
ગઝલથી સભર છે તે સળ સાચવું છું.
વાહ
યાદ આવી
લો, ફરી દિલમાં બેકરારી છે;
ચોટ ખાવાની ઈંતજારી છે.
કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,
ઋત વસંતોની આવનારી છે.
એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો
એ જ આંખેથી રક્ત ઝારી છે.
મરવું પાછું એ બેવફા ઉપર
એ જ શાપિત દશા અમારી છે.
આંખ ઝંખે છે એ જ બદનામી,
લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.
થઈ ગયું ચારેકોર અંધારું,
જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.
વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,
કંઈ તો છે જેની પરદાદારી છે.
સરસ ગઝલ..
મને મારી ગઝલ યાદ આવી..
મળ્યા ઘાવની હું અસર સાચવું છું,
હૃદયમાં બધાની કદર સાચવું છું.
good one… rahibhai…