પ્રણયોત્સવ : તું પૂછે પ્રેમનું કારણ : તુષાર શુક્લ

 

તું પૂછે પ્રેમનું કારણ
હું કરતો પ્રેમ અકારણ.

પ્રેમ તો કેવળ પ્રેમ છે.
એમાં શું કારણ? શું કેમ?
ચાહીએ એને ચાહતા રહીએ
ભૂલી સઘળા વ્હેમ.

હું પામ્યો એટલું તારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

ફૂલ સરીખો સહજ ખીલે
ને રેલી રહે સુગંઘ
પ્રેમ છે કેવળ પ્રેમને માટે
શાના ઋણાનુબંધ?

ના શરતોનું કોઇ ભારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

- તુષાર શુક્લ

 

મિત્રો, પ્રેમને કોઈ કારણ ના હોય અને આજે વૅલેન્ટાઇન ડે એટલે બસ પ્રેમ…. પ્રેમ….. પ્રેમ…. જો જો પાછા એક છોકરો + એક છોકરી + અને બીજું કઈક એ પ્રેમ નહિં. વેલેન્ટાઈને ડે તો ખાલી હૃદયની ભાષાને જ ઉકેલે જેમાં પ્રેમ વિશા….ળ અર્થમાં છૂપાયેલો છે. જો કે ચાન્સ યુવા પેઢી ને સરસ મળી જાય દિલની વાત કહેવાનો ……. પણ તુષારભાઈ કહે છે એમ આ તો અકારણ પ્રેમની વાતનો દિવસ છે જે વૅબમહેફિલ અને તેના વાચકોનો પણ હોઈ શકે …..તો આજના પ્રણયપર્વે આપ સૌને વૅબમહેફિલ તરફથી પ્રેમભરી શુભેચ્છાઓ…… !!

 

 

.


2 Comments to “પ્રણયોત્સવ : તું પૂછે પ્રેમનું કારણ : તુષાર શુક્લ”

  1. pragnaju says:

    સાવ અકારણ પ્રેમ
    પ્રેમના શિક્ષણનો અર્થ પ્રેમનું કારણ નથી,
    પ્રેમના શિક્ષણનો અર્થ છે પ્રેમપૂર્ણ થવાની સુવિધા અને વ્યવસ્થા કે જેથી બાળક પ્રેમપૂર્ણ બની શકે. મા હોવા બદલ પ્રેમ કરવાનું શીખવતી મા પ્રેમનું શિક્ષણ નથી આપતી. ‘તારા માર્ગમાં જે કંઈ આવે એનાથી પ્રેમપૂર્ણ થા, એ તારા માટે આનંદનો વિષય છે, તારા વ્યકિતત્વ માટે, તારા ભવિષ્ય માટે એ આનંદ છે.’ એમ કહેવું જૉઈએ. ‘સવાલ જાનવરને પ્રેમ આપવાનો, ફૂલને પ્રેમ આપવાનો કે માને પ્રેમ આપવાનો નથી, સવાલ તો છે તારે પ્રેમપૂર્ણ થવાનો. તું કેટલો પ્રેમપૂર્ણ છે તેના પર તારા ભવિષ્યનો આધાર છે. તારું વ્યકિતત્વ જેટલું પ્રેમથી ભર્યું હશે તેટલી તારા જીવનમાં આનંદની સંભાવના વિશેષ.’

  2. પ્રતિક મોર says:

    પ્રેમ પ્રથમ આવી ગયુ બધી પરીક્ષામાં
    ને હુય પાસ થઈ ગયો તારણ વગર.

    કરું છુ તને પ્રેમ એ કારણથી કે,
    તને મળવાનુ મન થાઇ કારણ વગર.

    પ્રતિક મોર
    pratiknp@live.com

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME