પ્રણયોત્સવ : મનમેળ : બાલમુકુન્દ દવે
કેવા રે મળેલા મનનાં મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલાં મનનાં મેળ ?
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !
તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલાં મનનાં મેળ !
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !
સંગનો ઉમંગ માણી,
જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાનાં રાજા ! એવા રે મળેલાં મનનાં મેળ !
જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !
- બાલમુકુન્દ દવે
આ ગીત તો હર પ્રેમીજનને કે સાહિત્યપ્રેમીને હૈયે…… પણ પૂરા શબ્દો સાથે માણવું આપ સૌને ગમશે. બે મળેલાં મનની વાતને ઉજાગર કરતું પ્રણયગીતની જેમ સૌનાં મનમેળ રહે તેવી શુભેચ્છાઓ સહ !!
.

સુંદર મજાનું ગીત… સાથે ઑડિયો પણ મૂકી દેવા જેવું હતું…
સુંદર ખૂબ જાણીતુ ગીત્
વિચારનાં સમજી શકે ભલે મારાં,
મારી વિશે વિચારતી હોવી જોઈએ.
એક કવિ તરીકે એટલું માંગુ ખુદા.
સમજનારી નહી તો સાંભડનારી જોઈએ
પ્રતિક મોર
pratiknp@live.com