પ્રણયોત્સવ : ભીના સ્મરણનાં શુકન : જવાહર બક્ષી

 

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં.

- જવાહર બક્ષી

 

મિત્રો, પ્રણયોત્સવ તો આપણે સૌ ઉજવી રહ્યાં જ છીએ પણ આજે એક નવો રંગ …… લાલ ગુલાબ આપી તો દીધું પણ જો સામેથી રીજેક્ટ થાય તો ?  જવાહર અંકલે કહ્યું એમ, ધાર્યા મુજબનાં સંબંધ ના પણ ઊગે ?!!  આજે તેમનાં જન્મદિને ધાર્યા મુજબનું બધું જ ઈશ્વર તેમને આપે તેવી શુભેચ્છાઓ સાથે …… 

સંબંધનો સૂરજ, ભીના સ્મરણનાં શુકન કે તસતસતા મૌનને શબ્દો મળે અને જીવનમાં સતત નિષ્ક્રિયતા વચ્ચે પણ બે ઘડીની નિરાંત નહીં ?!! અદ્…ભૂત કલ્પનો સાથે મનભાવન ગઝલ …….!!

 

 

.


4 Comments to “પ્રણયોત્સવ : ભીના સ્મરણનાં શુકન : જવાહર બક્ષી”

  1. સુંદર ગઝલ… !!

    જન્મદિવસે એમને લખલુટ શુભેચ્છાઓ…

    નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
    પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહિ….

    આ શેર ખાસ ગમ્યો …

  2. કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ…

    તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
    ને એ કહે છે (કે) મને શબ્દો મળ્યા નહીં !

    આ શેર ગમ્યો… છંદ પ્રમાણે ‘છે’ અને ‘મને’ની વચ્ચે ‘કે’ શબ્દ જરૂર આવતો હશે.

    સુંદર ગઝલ.

  3. કવિશ્રીને વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છાઓ…

    સુંદર ગઝલ…

    વાહ ઊર્મિ…. હવે છંદ ઉપર સરસ પ્રભુત્વ આવી ગયું છે તારુ!

  4. pragnaju says:

    સુંદર ગઝલ
    જન્મદિનની શુભેચ્છાઓ

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME