પ્રણયોત્સવ : એટલે શું ? : જયા મહેતા
આકાશને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
ને આકાશ છવાઈ ગયું.
જળને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
ને જળ વહેવા લાગ્યું.
વૃક્ષને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
ને વૃક્ષ છાયા થઈને પથરાઈ ગયું.
માણસને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
માણસે આકાશ તરફ જોયું ન જોયું
જળ તરફ જોયું ન જોયું
વૃક્ષ તરફ જોયું ન જોયું
ને પીઠ ફેરવી ચાલવા માંડ્યું.
- જયા મહેતા
.
મિત્રો, આજે પ્રણયોત્સવનાં છેલ્લા દિને જયા મહેતાનું એક બેનમૂન શબ્દશિલ્પ….. !! પ્રેમ એટલે શું ? શું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય ? ના…… એ તો બસ એક અહેસાસ છે તેને માત્ર અનુભવી શકાય. બસ ‘નૅચર’ની જેમ ‘નૅચરલ’ રહેવાની વાત છે. જો આકાશ છવાયેલું ના હોત તો ? જો જળ વહેતું ના હોત તો ? અને જો વૃક્ષ છાંયો આપવાનું છોડી દે તો ? પણ ના પ્રકૃતિ પોતાનો ગુણ નથી મૂકતી. હૃદયમાં અવિરત વહેતાં પ્રેમઝરણને સૂકાવા નહીં દેતા કારણ તે જ તો મનુષ્યનો ગુણ છે. મનુષ્યનું હોવાપણું છે. મનુષ્ય હોવાનું સાર્થકપણું છે.
.

ખુબ્બ જ સુંદર ગીત !! કેટલું સરળ અને સહજ શબ્દોમાં અનોખું સત્ય રજુ કરી દીધું…
ઈશ્વર જે સ્વયં પ્રેમ છે.. એની અભિવ્યક્તિ એટલે કદાચ આ કુદરત, નેચર જે કહીએ તે – ઈશ્વરનો આપણા તરફનો પ્રેમ અવિરત વહેતો… અનરાધાર વરસતો પ્રેમ કહી શકાય … મને લાગે છે મનુ્ષ્યએ બુદ્ધિનો જરા વધુ ઉપયોગ કરીને જે અંગનું જે કામ હતું તેની ગોઠવણ બદલી નાંખી છે… !! પ્રેમ કરવાનું કામ હ્રદયનું તેમાં મગજને વચ્ચે લાવી દીધું … !
આકાશને પૂછ્યું : પ્રેમ એટલે શું ?
ને આકાશ છવાઈ ગયું.
સરસ઼
—————–
સૌથી સરસ તમારી જ વાત યાદ રહી ગઈ છે…
રાધાને પૂછ્યું ક પ્રેમ એટલે શું ?
ઘેલી રાધા મસ્ત બની બોલતી રહી,
કૃષ્ણ……. કૃષ્ણ…………
પ્રેમ એટલે,
સ્વનું અસ્તિત્વ ઓગાળી,
પરમમાં પીગળી જવાની પ્રક્રિયા.
એતો માણસ હતો, એતો માણસ હતો.
ના માન ખોટું તુ હવે એતો માણસ હતો.
કહ્યુ પેલા વાનરે બીજા વાનરને કે
એતો હરામી માણસ હતો.
તુ વિચારે છે કે તારા ઘરને કોઇ વાનરે તોડ્યુ !
ના ભાઇ ના, એતો માણસ હતો.
જંગલને આગ લગડી ને ભાગી જનારો માણસ હતો.
પકડી ન શકે હવાને છતા બગાડી જેણે,
પહોચીના શકે પાણીને છતા બગાડી જેણે.
દુનિયાની તો તુ વાત જ છોડ,
આકાશને પણ બગાડી નાખ્યુ જેણે.
એતો આપણુ નાનુ બાળક માણસ હતો.
પ્રતિક મોર
pratiknp@live.com
પ્રેમ સાગરને તરવામાં કાગળ ને કલમ બધા ટુંકા લાગે
પ્રેમ વિષે લખવા બેસુને મને આ શબ્દો બધા સુકા લાગે
પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ…
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…
પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ…
પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ…
પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ…
પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તુંજ છે સદા મારી આસ-પાસ…
પ્રેમ એટલે
હજી નથી કરી શક્યો વ્યાખ્યા
પ્રેમમાં રહી ગઇ કચાશ…