પ્રેમને કારણો સાથે : વિપિન પરીખ
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સ્હેજ હસેલી
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
- વિપિન પરીખ
“जननी जन्म्भूमिश्च स्वर्गादपि गरियसी” – મા અને માતૃભાષા વેદકાળથી જ સમાન પ્રેમ અને મહત્તા ધરાવે છે. યુનેસ્કોએ ૨૧મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન તરીકે જાહેર કર્યો છે. કોઈ એક ભાષા ભૂલાતી જાય તો તેની સાથે તે દેશની સંસ્કૃતિ ને પ્રકૃતિ નષ્ટ થતી જતી હોય છે. આપણી સંસ્કૃતિ, આપણી ભાષા આપણે જ તેને બચાવીએ તો ?!! ‘હાય’ ને ‘બાય’નું કલ્ચર ‘આવજો’ કહીને જતાં મહેમાનને પણ મીઠો આવકારો આપતી આપણી સંસ્કૃતિને ભૂલે તે પહેલાં જ ………. જો કે રોજ ભલે મમ્મીને મમ્મી કહીએ પણ મા કહીએ ને જે સલામતી ને હૂંફ અનુભવાય તે ‘મૉમ’માં લાગે ?!! સપનાં તો ગુજરાતીમાં જ આવે ને શ્વાસ પણ ગુજરાતીમાં જ લેવાય બાકી હંધુય …… ????!!
.

વિપીન પરીખનું મારું મનગમતું કાવ્ય…
પ્રસંગ અનુરુપ બધાને ગમતી રચના
એક ઈતિહાસની યાદOn
21 March 1948, Mohammed Ali Jinnah, the Governor general of Pakistan, declared that Urdu would be the only language for both West and East Pakistan. The people of East Pakistan (now Bangladesh), whose main language is Bengali, started to protest against this. On 21 February 1952, (8 Falgun 1359 in the Bengali calendar), students in the present day capital city of Dhaka called for a provincial strike. The government invoked a limited curfew to prevent this and the protests were tamed down so as to not break the curfew. The Pakistani police fired on the students despite these peaceful protests and a number of students were killed
ખૂબ સરસ, હૃદયસ્પર્શી કાવ્ય
થાક જેના નામથી કાપેં,
એ ચા અને બા,
પ્રતિક મોર
pratiknp@live.com
[...] , હજુ હમણાં જ આપણે આં.રા. માતૃભાષાદિનની ઉજવણી કરી વૅબમહેફિલ પર અને હા…. [...]
ખુબ જ સરસ અને સંવેદનશીલ રચના….
ખુબ સરસ…
ખુબ જ સરસ. આભાર આપનો. ૨૮/૧૦/ ૨૦૧૦.