કશું નક્કી નથી : આહમદ મકરાણી
જળ હશે કે સ્થળ – કશું નક્કી નથી ;
થાય શું ઝળહળ ?- કશું નક્કી નથી.
કોણ કોનાથી વધારે શોભતું ?
આંખ કે કાજળ ?- કશું નક્કી નથી.
લ્યો, પવન ફૂંકાય છે ચારેતરફ,
ક્યાં જશે વાદળ ?- કશું નક્કી નથી.
પાથરું શું રાહમાં એ આવતાં ?
ફૂલ કે ચાદર ?- કશું નક્કી નથી.
કોણ દોરે પ્રેમપંથે હરઘડી ?
લો, કરો અટકળ – કશું નક્કી નથી.
- આહમદ મકરાણી
જગતમાં કશું નક્કી નથી હોતું પણ એટલું તો નક્કી જ કે આ ગઝલ આપ સૌને ગમી જ જશે.
.

સુંદર ગઝલ
કોણ કોનાથી શોભતું,નક્કી નથી
આ એક જ પંક્તિમાં કેટલો અવકાશ છે અભિવ્યક્તિનો…..!
કોણ દોરે પ્રેમપંથે હરઘડી ?
લો, કરો અટકળ – કશું નક્કી
સુંદર
પ્રેમપંથે પળતાં હૃ’યને અનુપમ
આદ્રતાથી રસી રહેતું એક અજબ
રસાયણ બંનેને પરિપ્લાવિત કરે!
થશે તને પણ ક્યારે પ્રેમ એ નક્કી નથી.
મળશે મને પણ તારો પ્રેમ એ નક્કી નથી.
રોજ તારી college પર આવુ છુ.
તને જોઇ ને મનમાં હું સરમાવુ છુ.
college માં છે તારા ઘણાબધા ભાઈ
મને જોઇને તરત મારી પાસે આવી જાઈ
હવે તુ કહીદે મારા એ સાળાઓને
દો બધા ઇજ્જત થનાર બનેવીને
થશે…
તારી મમ્મીને મંદિરમાં મળુ છુ.
busમાં જગા પપ્પા માટે રખુ છુ.
તારી ગલીનાં કુતર કેમ અટવાઈ છે.
તારી સખી આજ કાલ કેમ સરમાઈ છે.
થાકી ગયો છુ તારી ગલિ માં દુધવાળો બનીને
બોલ કે નાખે ના કચરો મારી પર તારી બહેનને
થશે તને પણ ક્યારે પ્રેમ એ નક્કી નથી.
પળશે મને પણ તારો પ્રેમ એ નક્કી નથી.
પ્રતિક મોર
pratiknp@live.com