ફાગણનો ફાગ : ઝવેરચંદ મેઘાણી

 

આજ ફાગણને ફાગ, રૂમઝૂમતી રમવા નીસરી,
રમવા નીસરી દુ:ખડાં વીસરી રે.

આજ ગલને ગુલાલ છાંટતી રમવા નીસરી,
રમવા નીસરી મુખ રાતાં કરી રે.

આજ કેસૂડા ડાળ, રંગરેલી રમવા નીસરી,
રમવા નીસરી પટકુલ કેસરી રે.

આજ પૂનમને આભ, અનહદમાં રમવા નીસરી,
રમવા નીસરી ઉર ચાંદો ધરી રે.

આજ સોળે શણગાર શોભંતી રમવા નીસરી,
રમવા નીસરી સુખભર સુંદરી રે.

આજ વનદેવી નાર, નવખંડે રમવા નીસરી,
રમવા નીસરી વિભુની ઈશ્વરી રે.

- ઝવેરચંદ મેઘાણી

હોળી-ધૂળેટીનાં શુભ પર્વે આપ સૌને ગુલાલી શુભેચ્છાઓ….

 

 

 . 


2 Comments to “ફાગણનો ફાગ : ઝવેરચંદ મેઘાણી”

  1. સુંદર ગીત.,…

    વેબ મહેફિલને પણ રંગરંગી શુભકામનાઓ…

  2. Niraj says:

    હોળીની રંગીલી શુભેચ્છાઓ..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME