મોસમ આવી છે કમાલની : અંકિત ત્રિવેદી
સામે ચાલીને હવે ચર્ચા કરું છું, તારા પૂછ્યા વગરના સવાલની
મોસમ આવી છે કમાલની…..
સપનાનો સૂરજ જે આંખોમાં ઊગે,
એને દિવસે દેખાય રોજ તારા.
કોકવાર રૂબરૂમાં મલકી તું જાય,
ત્યારે ઉકલે અવસરનાં અણસારા.
દિવસ પણ ઊગવાનું યાદ રાખી રોજ રોજ વાતો કરે છે આજકાલની.
જીવતરનો અર્થ પછી હોવું થઈ જાય,
એવે ટાણે સમજાઈ જાય તું,
ભીનપને લીલેરી લ્હેરખી ફૂટેને,
એવે ટાણે છલકાઈ જાય તું.
મુટ્ટીઓ સાચવીને રાખી મૂકી છે મારા હૈયે ઊડેલા ગુલાલની.
- અંકિત ત્રિવેદી
“કોઈ પરિચીત ચહેરા જેવો જાણે કે અંકિત સૂરજ છે,
સૂરજમુખી સૂરજ સામે ધારીધારી રાહ જુએ છે.” – અંકિત ત્રિવેદી
આજે અંકિતનાં જન્મદિને ગઝલપૂર્વક-ગીતપૂર્વક આપ સહુ વાચકો અને ભાવકો તરફથી કાવ્યમય શુભેચ્છાઓ…… !! વાસંતી વાયરા પણ ફૂંકાય છે અને ફાગણ પણ બરાબર ફાલ્યો છે . તો કેસૂડાં અને ગુલ્મહોરની છાયામાં – આવી કમાલની મોસમમાં, પૂછ્યા વગરનાં સવાલની ચર્ચા સામે ચાલીને કરવી જ પડેને. વળી, હવે તો હોળી-ધૂળેટી – અવસરનાં અણસારા – ક્યાં સુધી હૈયે ઊડેલાં પ્રીતનાં ગુલાલને મુટ્ટીમાં સાચવી રાખશો ? મુટ્ઠી નહિં, હૈયું ખોલી ગીતનાં ગુલાલે રંગશોને રંગાઈ પણ જશો….. !! ઉપર ટાંકેલાં શેરમાં ભાવક સૂરજમુખી અને કોઈ ખૂબ પરિચીત ચહેરા જેવો જાણે કે અંકિત- સૂરજ તેવી વિભાવના સાથે તેનાં નવાં સર્જન અને કાર્યક્રમની અમે ધારીધારીને રાહ જોઈએ છીએ, ખરુંને ?!!
.

અંકિતને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ..
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ….
…તેરી ઉમર હો ઇતને સાલ, જિતને નીલ ગગન મેં તારે…
मस्त गझल्
जन्मदिनकी शुभकामना
ये कमानकी मौसम सदा छलकती रके
ખૂબ જ સુંદર ગીત.
અંકિતને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ…!
સરસ મજાનું ગીત. ખુશ રહો.