નિર્વેદ : ગુણવંત શાહ

 

ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તૂટી પડ્યું;
દરિયાની ભૂરી ખારાશ, આંસુ એક ખૂટી પડ્યું !

કોયલની વાણી તો એવી અવાક્;
            એને વાગ્યો વસંતનો કાંટો;
કેસૂડાં એવાં તો ભોંઠા પડ્યાં
           જાણે ઊડ્યો શિશિરનો છાંટો.

સમંદરને લાગી છે પ્યાસ; વાદળ એક રૂઠી પડ્યું;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તૂટી પડ્યું;

વાયરાઓ વાત કાંઇ કહેતા નથી
           અને સૂનમૂન ઊભાં છે ઝાડ;
પંખીને લાગે છે પોતાની પાંખમાં
           ચૂપચાપ સૂતા છે પથ્થરિયા પ્હાડ.

હવે અંધારે ઝૂરે ઉજાસ; કિરણ એક ઝૂકી પડ્યું ;
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તૂટી પડ્યું;

- ગુણવંત શાહ

ગુણવંતભાઈને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માણીશું મને ગમતી તેમની એક રચના !!  જીવનપર્યંત તેમને કોઈ નિર્વેદ ન રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સહ

 

 

.


4 Comments to “નિર્વેદ : ગુણવંત શાહ”

  1. જન્મદિવસની શુભેચ્છાઓ…

  2. pragnaju says:

    ಹೇಪೀ ಬರ್ಥ ಡೇ ಗುನ್ವನ್ತ್ಭೈ

  3. ગુણવંત શાહની કવિતા મે પહેલી વખત માણી, તેમના વખાણ કરવા એતો સૂરજને દીવો બતાવવા સમાન.

  4. Vraj Dave says:

    શ્રીગુણવંતભાઇ શાહની કલમનો પરિચય ખુબજ છે, પણ કવિતા રસ પહેલી વખત ચાખ્યો.
    આભાર.
    વ્રજ દવે

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME