આવજે : હરદ્વાર ગોસ્વામી
રાહ જોતા આંગણા છે, આવજે,
સાવ ખુલ્લા બારણા છે, આવજે.
શૂન્યતા, આંસુ, હૃદય ને શાયરી,
ધાર તો કારણ ઘણા છે, આવજે.
ઘેર મારે એ તને લઇ આવશે,
માર્ગ સઘળા આપણા છે, આવજે.
એમને ય હૂંફ તારી જોઇએ,
ધ્રૂજતા સૌ તાપણા છે, આવજે.
આંખ ઊભડ્ક, હોઠ હફ્ડક્, મૌન મન,
શ્વાસ પણ લ્યો, સો ગણા છે, આવજે.
- હરદ્વાર ગોસ્વામી
રાહ જોતાં આંગણાં ને ખુલ્લા બારણાં …… ‘આવજે’ નું ઈજન આપી જ દે. વળી મારગ પણ સહુ આપણાં જ છે તો આ પોતાપણું ધ્રૂજતા તાપણાને હૂંફ ન આપે ?!! તો અંતિમ શેરમાં આંખ ઊભડ્ક ને હોઠ હફ્ ડક જાણે ખરે જ શ્વાસ સો ગણા કરી દે કે પ્રિયજન આવશે ને ?!!
.

સુદર
સુનીલ તો કહે છે…
મેં લખી છે આપવીતી, આમ તો,
વેદના વંચાય ત્યારે આવજે.
સુંદર ગઝલ…
મને મારો એક શેર યાદ આવી ગયો:
ખુલ્લું આ ઘરનું બારણું છે, તું હવે તો આવ,
કેવું સરસ વધામણું છે! તું હવે તો આવ.
મિત્ર હરદ્વારની સુંદર ગઝલ માણવાની મજા આવી.
સુધીર પટેલ.