ગઝલ : વિવેક કાણે ‘સહજ’

 

દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ  હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું જ,  હું મારા સમાન છું.

ઝૂમરામાં  બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.

તારો રંગ કૃષ્ણ છે, એવું ન માન તું,
વાદળ સમાન  હું ય સ્હેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં  હોય તો,
હું  પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.

- વિવેક કાણે ‘સહજ’

વિવેકભાઈને પણ જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ સહ…..

 

.


2 Comments to “ગઝલ : વિવેક કાણે ‘સહજ’”

  1. Belated Happy Birthday to Dear Vivekbhai…!

  2. વિવેક કાણેની ગઝલો સહજ ચિંતન માંગી લે એવી હોય છે…

    જન્મદિન મુબારક હો, દોસ્ત!

    અમારા બંનેના નામ એક છે, જન્મદિવસ એક છે અને શબ્દની આરાધનાની ટેક પણ એક છે!!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME