ઝાકળ : વિવેક મનહર ટેલર

 

રાત રડતી અને સરે ઝાકળ,
પુષ્પની આંખથી વહે ઝાકળ.

ઘાસને પાપ લાગે નૃસ્પર્શે,
રોજ એ ધોઈને હરે ઝાકળ.

તો ઉષા બળતી હોત ભડકે પણ,
ઠારવા સૂર્યને બળે ઝાકળ.

દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.

એક સ્થળે ભેજ જો ભીતરનો ઠરે,
એ હવા ! તો જ એ બને ઝાકળ.

બાથમાં આખું નભ સમાવે, ને
પુષ્પના પાંદમાં રહે ઝાકળ.

હું તો શું ? કાવ્ય પણ ભીંજાયા છે,
મન-વિચારોને જો અડે ઝાકળ.

- વિવેક મનહર ટેલર

 

ગુજરાતી નેટજગત આ નામથી જરા પણ અજાણ નથી. સર્વનાં મિત્ર અને ગુરુ જોકે ગુરુ મિત્ર જેવા મળવાં મુશ્કેલ પણ સરળતા અને સુરતીપણું  હોય તો આવું બનેય….. તો આજે આપણા સૌનાં ગુરુમિત્ર વિવેકભાઇને જન્મદિને હાર્દિક શુભકામનાઓ અને માણીશું તેમની કલમે ઝાકળની કહાની. ઝાકળ વિશે ઘણું કહેવાયું પણ આ જુબાની કઈક ઓર જ …….. ગઝલ પોતે જ ખૂલીને ઝાકળરુપી શબ્દોથી આપણને ભીંજવી  દેશે. જોકે આજે બે વિવેકભાઈને  યાદ કરવાનાં છે.  આજે અન્ય કવિમિત્ર વિવેકભાઈ કાણેનો પણ જન્મદિવસ તો તેમને પણ હાર્દિક શુભકામનાઓ અને માણીશું તેમની પણ એક ગઝલ….. !!

 

 

.


6 Comments to “ઝાકળ : વિવેક મનહર ટેલર”

  1. બન્ને રચનાઓ સુંદર છે.

    બન્ને કવિઓને જન્મદિનની શુભેચ્છા.નવી નવી રચનાઓને જન્મ આપતા રહે.

  2. Niraj says:

    બન્ને વિવેકભાઈને જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  3. સહુ દોસ્તોનો ખૂબ ખૂબ આભાર…

  4. kirankumar chauhan says:

    એક બઢિયા મુસલસલ ગઝલ.

  5. sudhir patel says:

    વિવેકભાઈ ટેલર અને વિવેક્ભાઇ ‘સહજ’ બન્નેને જન્મ-દિનનાં હાર્દિક અભિનંદન!
    બન્ને સુંદર ગઝલો માણી આનંદ.
    સુધીર પટેલ.

  6. Raj Macwan says:

    તો ઉષા બળતી હોત ભડકે પણ,
    ઠારવા સુર્ય ને બળે ઝાકળ…..

    વાહ વાહ ….ખુબજ સરસ કલ્પના છે… “જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોચે કવિ”

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME