પ્રતીક્ષા : જયદેવ શુક્લ

 

ઘડિયાળનો કાચ ચોખ્ખો કર્યો.

ઊંઘ લૂછી લૂછીને સાફ કરી.

પુસ્તકો ‘વ્યવસ્થિત’ ગોઠવ્યાં.

પંખા પર જામેલી ધૂળ ઉડાડી.

બહાર ‘ચરતી’ પેનોને પેનસ્ટેન્ડમાં સજાવી.

ખીંટીની છાપવાળાં કપડાં હૅન્ગર પર ઝુલાવ્યાં.

દાઢી માંજી.

સ્ટવની દીવેટ ખેંચી.

ઘડિયાળમાં જોયું.

સામેની બારીના સળિયા ગણ્યાં :

એક…. બે….. ત્રણ….

ફરી જોયું.

શેરીના પગરવને સૂંઘ્યા કર્યો.

ઘડિયાળનો કાચ ઘસી ઘસીને લૂછ્યો.

ચાવી આપી.

ટક્…… ટક્…… ટક્……

ટક્……

- જયદેવ શુક્લ

 

પ્રતીક્ષાની ક્ષણે ક્ષણને વાચા આપતું શબ્દચિત્ર… !! એક સુંદર લક્ષણામૂલક અછાંદસ. કોણ કહે છે, વિરહમાં સમય જતો નથી ? યુગોનાં યુગો વીતી જાય છે એક ક્ષણમાં …….?!!!

 

 

.


2 Comments to “પ્રતીક્ષા : જયદેવ શુક્લ”

  1. સુંદર રચના…

  2. ખુબ સુંદર ..

    “શેરીના પગરવને સૂંઘ્યા કર્યો” !! ઉમદા વર્ણન ..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME