બાકસ નામે ધરમ : કૃષ્ણ દવે
બાકસ નામે ધરમ, ધરમમાં દિવાસળીનાં ટોળાં જી,
એક જ પળમાં ઝડપી લીધાં કૈંક કબૂતર ભોળાં જી.
પીંછાં બાળ્યાં પાંખો બાળી બાળી એની ચાંચો જી,
પછી કહ્યું લ્યો ભડકે બળતા ચહેરાઓને વાંચો જી.
બાકસજી ઉપદેશ કરે ને આપે સૌને અગ્નિજી,
ફૂલેફાલે ધરમ આપણો એ જ અમારી લગની જી.
નાતજાતનો ભેદ નથી આ ધરમ એટલો સારો જી,
એક વાત ને એક આચરણ પકડો, કાપો મારો જી,
વાત સાંભળી ગલી ગલીથી ઉમટી આવ્યા ચેલા જી,
ત્યારે અમને ખબર પડી કે હતા કેટલા ઘેલા જી.
ઘણો કઠિન આ ધર્મ હતો ને હોંશે હોંશે પાળ્યો જી,
વ્યર્થ બધી એ વાતો છે ભૈ કોણે કોને બાળ્યો જી.
દિવાસળીનાં ટોળેટોળાં ફરી વળ્યાં ચિક્કાર જી,
બાકસ નામે ધરમ, ધરમનો થઈ ગ્યો જયજયકાર જી.
- કૃષ્ણ દવે
આજે સવારે Breaking newsમાં વારેવારે પાકિસ્તાનમાં ફેલાયેલો આતંક જોઇ બીજો કોઇ વિચાર આવે ? બસ……’તેઓ” તો એક જ ધર્મવાદી = ત્રાસવાદી અને આતંકને ત્રાસ ફેલાવવો તે જ તેમનો ધર્મ. બાકસ, દિવાસળી, એ.કે.૪૭, બોમ્બ, મિસાઇલ્સ તે તો તેમનો પૂજાપો. બસ કૃષ્ણભાઈ કહે છે એમ, નાતજાતનો ભેદ નથી એટલો આ ધરમ સારો…. ?!! આપણને આ ધરમ ના સમજાય – કારણ આપણે તો ભોળાં કબૂતરજી…. ?!!
.
the attachments to this post:





સુંદર ગીત.
very toucy & true poem.
સુંદર હૃદયસ્પર્શી પ્રાસંગિક રચના…
અદભુત રચના…
સરસ રચના…
aatlu saras krashnabhai j lakhi shake