આંબે આવ્યા મ્હોર : ડૉ. દિનેશ શાહ

કોણે વાવ્યા’તા વૃક્ષ કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !
હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
આજ મારે આંબે આવ્યા મ્હોર !
મ્હોરમાંથી મારી કેરીયું થાશે, ને કોયલ કરશે કલશોર !
ગાડાં ભરી ઘેર કેરિયું જાશે, મારા હૈયાની ભીંજશે કોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !
જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?
આજ મારે આંબે આવ્યા મ્હોર !
અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
વાવવા મારે આંબા આ ભવમાં, કાલે સૌ થાશે ભાવ વિભોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !
- ડૉ. દિનેશ શાહ
નેટજગત દિનેશ અંકલના નામથી પરિચિત જ છે આજે તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ …. હમણાં જ ઉપરોક્ત ત્રણ કવિેઓની રચનાઓનું ત્રિવેણી સંગમ ઑડિયો સીડીનું વિમોચન તેજપાલ ઑડિટોરિયમ, મુંબઈ ખાતે કર્યું. તેની વધુ માહિતી માટે તેમનાં બ્લૉગની જરુર મુલાકાત લેશો.
.
the attachments to this post:

