વારતા : સુનિલ શાહ

oriental-clock 

કોણે માંડી’તી સમયની વારતા..?
અંતમાં, જે થઈ પ્રલયની વારતા.

શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,
તો વ્યથા થઈ જાય લયની વારતા.

એટલે તો રોજ સૂરજ ડૂબે છે,
કે, લખાશે એક ઉદયની વારતા.

આપણામાં કૈંક ખૂટે છે હજી,
એટલે ના થઈ વિલયની વારતા.

ખીલશે સોળે કળાએ ચાંદ જ્યાં,
ત્યાં લખાશે રોજ ક્ષયની વારતા.

- સુનિલ શાહ

 

વૈજ્ઞાનિકો બ્રહ્માંડ, પરગ્રહવાસી અને અન્ય કેટલીય શોધખોળોમાં રચ્યાપચ્યા છે અને હજુ તેનો તાગ નથી મેળવી શક્યાં ત્યાં સુનિલભાઈ તો સમયની પેલે પાર જઈ સમયની વારતાનાં પગરણ શોધે છે. મૂળ વિજ્ઞાનનો જીવ ખરોને. …..!!  નેટજગતમાં ગુજરાતી સાહિત્યને રજૂ કરવાના આપણાં સકારાત્મક અભિગમ સિવાય નેટજગત પર અને તેની બહાર પણ તેનાં સકારાત્મક અને નકારાત્મક પરિણામો અંગે ચર્ચા થતી હોય છે. વધુ વાદ-વિવાદોમાં પડ્યા સિવાય નકારાત્મકની સાથે તટસ્થતાપૂર્વક સકારાત્મક પરિણામ અંગે જોવાય તો ઊર્મિ અને સુનિલભાઈ નેટજગતનાં સબળા અને ઉજળાં પાસાં છે.  જો કે તેનો શ્રેય વિવેકભાઇને જશે. નેટજગત પર સતત નજર રાખી તેમણે નેટજગતને તો સમૃદ્ધ તો રાખ્યું જ પણ અન્ય ગુનાખોરી પણ અટકી. તો છંદની સતત ટકોરને કારણે આજે ઊર્મિ અને સુનિલભાઈ સુંદર ગઝલો પણ રચતાં થઇ ગયાં છે.  હમણાં જ સુનિલભાઈની એક ગઝલ ‘કવિ’ સામયિકમાં પ્રગટ પણ થઈ.

મિત્રો, મને તો મત્લાનો શેર જ ગમી ગયો .. ઈશ્વરને કેવો મીઠો ઠપકો…. અરે, પ્રલયમાં જો સૃષ્ટિનો અંત જ આણવો છે તો સમયની વારતા શું કામ માંડી ? ભૂકંપ યાદ કરી જોજો, મને ત્યારે બરાબર આવી જ લાગણી થયેલી !!  પથ્થરનાં ઘા ઝીલી શાંત જળનો લય પણ વ્યથિત થઈ જતો હોય છે. પણ અસ્ત થતા સૂરજની સવાર ઉદયની વારતાથી જ થાય છે ને ! એક પ્રેરણાત્મક બળ પૂરું પાડી વળી આપણને ચેતવે છે કે કઈક ખોટ આપણામાં જ નથી ને ?  જો કે સનાતન સત્ય તો એ જ છે કે, સોળે કળાએ ખીલેલા ચંદ્રની કિસ્મતમાં પણ ક્ષયની વારતા લખાયેલી જ છે.

મિત્રો , આજે સુનિલભાઈને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે નેટજગત સાથે ગુજરાતી સાહિત્યને પણ ખૂબ સમૃદ્ધ કરે…. !! અને હા, આજે તેમની કડક ધમકી હોવા છતાં તેમનો આભાર પણ માની જ લઉં કારણ હું બહારગામ હોઉં કે હમણાં જમણા હાથે ફ્રેક્ચર થયેલું છે તો વૅબમહેફિલ અપડૅટ કરવામાં કે ગમતી ગઝલ ટાઇપ કરીને પણ મોકલી આપે છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આભાર સહ….

 

 

.


the attachments to this post:

oriental-clock
oriental-clock


14 Comments to “વારતા : સુનિલ શાહ”

  1. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, સુનિલભાઈ…

    ગઝલ પણ સરસ પસંદ કરી છે, પિન્કીબેન…

    ..અને આ નેટ-ગુર્જરી તો આપણો જ એક પરિવાર છે… પરિવારના સારા માટે કંઈ કરીએ તો એમાં કોઈ શ્રેય લેવાનો ન હોય…

  2. Kirtikant Purohit says:

    sunilbhaine convey many happy returns of the day.
    Kirtikant purohit.
    home@kritonwelders.com
    purohitkirtikant@yahoo.com

  3. Vikas Belani says:

    જન્મદિવસ ની શુભકામના.

    ગઝલ સુંદર છે.

  4. pragnaju says:

    ஹேபீ அர்த்ஹ ஏ
    হেপী বর্থ ডে
    ಹೇಪೀ ಬರ್ಥ ಡೇ
    ഹേപീ ബര്ഥ ഡേ

    హేపీ బర్థ డే
    જન્મદિનની અંતરની શુભેચ્છાઓ
    સુંદર ગઝલ્
    કોણે માંડી’તી સમયની વારતા..?
    અંતમાં, જે થઈ પ્રલયની વારતા.

    શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,
    તો વ્યથા થઈ જાય લયની વારતા.

    એટલે તો રોજ સૂરજ ડૂબે છે,
    કે, લખાશે એક ઉદયની વારતા.

    આપણામાં કૈંક ખૂટે છે હજી,
    એટલે ના થઈ વિલયની વારતા.

    ખીલશે સોળે કળાએ ચાંદ જ્યાં,
    ત્યાં લખાશે રોજ ક્ષયની વારતા.

    કોણે માંડી’તી સમયની વારતા..?
    અંતમાં, જે થઈ પ્રલયની વારતા.
    શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,
    તો વ્યથા થઈ જાય લયની વારતા.
    વાહ્, આ તો
    ઝળહળે સર્વત્ર તું સૌ રૂપમાં,
    શૂન્યમાં જાગ્યા પછીની વારતા.
    ————————————
    એટલે તો રોજ સૂરજ ડૂબે છે,
    કે, લખાશે એક ઉદયની વારતા.
    આપણામાં કૈંક ખૂટે છે હજી,
    એટલે ના થઈ વિલયની વારતા.
    સ ર સ
    આભ આખું પામવામાં સહેજ છેટૂં રહી ગયું,
    તારું ન હોવું વાગતું, જૂની પૂરાણી વારતા
    ——————————————
    ખીલશે સોળે કળાએ ચાંદ જ્યાં,
    ત્યાં લખાશે રોજ ક્ષયની વારતા.
    વિવેકની પંક્તી યાદ આવી

  5. pragnaju says:

    વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.!
    વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?
    વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે.

    વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે,
    વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

  6. જય શ્રીકૃષ્ણ પિન્કીબેન,

    સુનિલભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
    તેટલી જ સુંદર રચના પણ.

    એટલે તો સૂરજ રોજ ડૂબે છે,
    કે, લખાશે એક ઉદયની વાર્તા.

  7. Chirag Patel says:

    જન્મદીનની ખુબ ખુબ શુભેચ્છાઓ, સુનિલભાઈ.

  8. sunil shah says:

    સૌ શુભેચ્છક મિત્રોનો હૃદયથી આભાર.

  9. sudhir Patel says:

    સુનિલભાઈને જન્મ-દિવસની વધાઈ અને હાર્દિક અભિનંદન!
    ગઝલ પણ સરસ છે અને ખૂબ ગમી.
    પીંકીબેનને પણ જમણો હાથ જલ્દી સાજો થઈ જાય એવી શુભકામના!
    સુધીર પટેલ.

  10. kirankumar chauhan says:

    સુનિલભાઇ, જન્મદિવસ જ નહીં જે દિવસે આવી સુંદર ગઝલ લખો એ દરેક દિવસ મુબારક.

  11. જય says:

    સુનિલભાઈ, જન્મદિવસ નિમિત્તે તમને હાર્દિક શુભેચ્છાઓ..
    તમારી સુંદર રચના વાંચવાનો મોકો પિન્કીબેન દ્વારા મળ્યો..
    સરસ રચના…જય

  12. HAPPY BIRTHDAY , SUNILBHAI !

  13. happy birth day.
    સરસ રચના છે.
    શાન્ત જળ …
    લય નિ વાર્તા સરસ છે.

  14. kedar says:

    ખૂબ સુન્દર રચના…
    સુનિલભાઇને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ…
    get well soon pinkiben….
    :)

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME