ઓરડો : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 

ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે,
બેસે છે ઘરનાં મેમ્બર એ ઓરડો જુદો છે.

એકેક શ્વાસ જાણે ચાલી રહ્યાં પરાણે,
ઘરમાં છતાંય બેઘર એ ઓરડો જુદો છે.

મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે,
લાગે કદીક પળભર એ ઓરડો જુદો છે.

ઘરમાં જૂનું જે થાતું બદલાઇ તરત જાતું,
બદલાય ના તસુભર એ ઓરડો જુદો છે.

મૃત્યુ પછી પિતાના, ખર્ચો કરી સજાવ્યો,
લાવ્યા ખરીદી ઈશ્વર એ ઓરડો જુદો છે.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 

 પિતાનાં મૃત્યુ પછી ઈશ્વરને ‘ખરીદી’ લાવ્યાં ….!! વૃદ્ધ ‘ફાધર’નો ઓરડો જુદો જ હોય… કારણ જ્યારે પિતા કહેવાનું જ ભૂલી ગયા હોય ત્યારે “पितृ देवो भव” ની આપણી સંસ્કૃતિ કોણ નિભાવવાનું ?!!  ગુજરાતી સાહિત્યમાં ગુજલિસ કાવ્યપ્રકારને બાદ કરતાં, English word કોઇક વાર કઠતો હોય છે. પણ આ ગઝલમાં ‘ફાધર’ શબ્દ વ્યંજનાત્મક હોઇ તે ગઝલને વધુ ચોટદાર બનાવે છે.

 

 

 .


7 Comments to “ઓરડો : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

  1. vishwadeep says:

    sunadar poem..sundar, touchy poem..

  2. એકેક શ્વાસ જાણે ચાલી રહ્યાં પરાણે,
    ઘરમાં છતાંય બેઘર એ ઓરડો જુદો છે.

    ખૂબ સરસ

  3. pragnaju says:

    ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે,
    બેસે છે ઘરનાં મેમ્બર એ ઓરડો જુદો છે.
    એકેક શ્વાસ જાણે ચાલી રહ્યાં પરાણે,
    ઘરમાં છતાંય બેઘર એ ઓરડો જુદો છે.
    મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે,
    લાગે કદીક પળભર એ ઓરડો જુદો છે.
    ઘરમાં જૂનું જે થાતું બદલાઇ તરત જાતું,
    બદલાય ના તસુભર એ ઓરડો જુદો છે.
    મૃત્યુ પછી પિતાના, ખર્ચો કરી સજાવ્યો,
    બધે જ જોવા મળતું,સ્વાનુભવોનું દર્શન કરાવતુ વાસ્તવિક ચિત્ર

  4. DR.CHANDRAVADAN MISTRY says:

    NICE RACHANA of the Reality of Life as observed in the modern times !
    Chandravadan.
    Inviting you to my Blog !
    http://www.chandrapukar.wordpress.com

  5. harnish Jani says:

    આ માણસે તો ગજબની રચના કરી છે.ભાઇ.

  6. સુંદર ગઝલ..

  7. sudhir patel says:

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME