જીવ્યા કરે : મહેશ દાવડકર

( ખરેલાં પર્ણનું એકાંત ….. )
કોઈ ખાલી હાથનો અભિશાપ લઈ જીવ્યા કરે,
હસ્તરેખાનો પછી એ ભાર લઈ જીવ્યા કરે.
ફર્ક એને શો પડે, હો પાનખર કે વસંત,
જે ખરેલાં પર્ણનું એકાંત લઈ જીવ્યા કરે.
એક સાંધે છે અને ત્યાં તેર તૂટી જાય છે,
રોજ માણસ કેટલાં આઘાત લઈ જીવ્યા કરે.
બંધ મુટ્ઠી ખોલે તો બસ રાખ કેવળ નીકળે,
કોઈ માથે વીજળીની ઘાત લઈ જીવ્યા કરે.
આંખમાં ભીનાશ પામ્યો બીજું કૈં ન પામ્યો એ,
સ્વપ્ન તૂટ્યા બાદ પશ્વાતાપ લઈ જીવ્યા કરે.
- મહેશ દાવડકર
મનુષ્યની પામરતાને ઉજાગર કરતાં કવિ કહે છે, પ્રારબ્ધ કે પુરુષાર્થના જંગમાં મનુષ્યે તો ખાલી હાથમાં હસ્તરેખાનો ભાર જ ઉપાડવાનો હોય છે. પાનખર હોય કે ભરવસંત તેને ભાગે તો ખરેલા પર્ણનું એકાંત જ આવે … !!
the attachments to this post:


સૌ ફરે છે આમ તો દેશાવરો,
તોય ઘરને ક્યાં વટાતું હોય છે.
કાયમી કોઈ દશા હોતી નથી,
બે-ઘડી ધુમ્મસ છવાતું હોય છે
જાણે સ્વાનુભવની વાણી
એક સાંધે છે અને ત્યાં તેર તૂટી જાય છે.
આજના તૂટતા માણસની ખરી વાસ્તવિકતા- સુંદર
મહેશભાઈની સુંદર ગઝલ..
એમનો ‘ભીડથી ભીતર સુધી’ ગઝલ સંગ્રહ હમણાં જ પ્રગટ થયો.
ઓધવા માટે કામળ નથી ” પ્રતિક ”
અહી કફન ઓધી બધા જીવ્યા કરે.
પ્રતિક મોર
pratiknp@live.com
ફર્ક એને શો પડે, હો પાનખર કે વસંત,
જે ખરેલાં પર્ણનું એકાંત લઈ જીવ્યા કરે.
-ક્યા બાત હૈ ! સાદ્યંત સુંદર ગઝલ…
સુખ ને બદલે જુઠી સંપતિ માગીં,
દુખઃથી ડરી ખોટી બદગીં માગીં,
તુ તો દેવાનો જ હતો જીદગીં ખુદા,
પણ અજાણતા જ મે મોતં માગીં.
પ્રતિક મોર
pratiknp@live.com