એટલું કાફી નથી : કિરણ ચૌહાણ

 

ધડ ને માથું એટલું કાફી નથી,
માત્ર હોવું એટલું કાફી નથી.

મુક્તિ માટે કંઈ ખુલાસા જોઈએ,
પ્રાણ ત્યાગું એટલું કાફી નથી.

કૈંક સોંસરવું ઊતરવું જોઈએ,
માત્ર લખવું એટલું કાફી નથી.

ફક્ત તારે માટે જીવ્યે જાઉં છું,
બોલને, શું એટલું કાફી નથી ?

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
હું અને તું એટલું કાફી નથી !!

- કિરણ ચૌહાણ

 

અઢી અક્ષરનાં પ્રેમની ટૂંકીટચક વ્યાખ્યા….. શું કાફી નથી ?

 

 

.


9 Comments to “એટલું કાફી નથી : કિરણ ચૌહાણ”

  1. મુક્તિ માટે કંઇ ખુલાસા જોઇએ,
    પ્રાણ ત્યાગું એટલું કાફી નથી.

    સુંદર રચના

  2. sunil shah says:

    કૈંક સોંસરવું ઉતરે ત્યારે લખાય છે એ વાત સ્પર્શી ગઈ..

  3. harnish Jani says:

    આ ભાઇ બહુ સઁદર લખે ચ્હે.એમનેએ બીજી રચનાઓ કયાથી મળે
    હઁ કહુ છુ કે
    જેને તમે ચાહતા હો તે
    ઇ મેઇલનુ આઇડી બને.

  4. sudhir Patel says:

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  5. pankaj trivedi says:

    Priy Kiranbhai,
    Tamari Ghazal vanchu chhu. Gaurang Thakar sathe Mahuva ma yaad karela. Adbhut Ghazal!

    Pankaj Trivedi

  6. hardwar goswami says:

    કિરણ કા હૈં અંદાઝે બયા ઔર !

  7. આખી ગઝલ સુંદર છે… કિરણકુમારની ખુમારીસભર અભિવ્યક્તિ…

    કૈંક સોંસરવું ઊતરવું જોઈએ,
    માત્ર લખવું એટલું કાફી નથી.

    ફક્ત તારે માટે જીવ્યે જાઉં છું,
    બોલને, શું એટલું કાફી નથી ?

    પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
    હું અને તું એટલું કાફી નથી !!

    - આ ત્રણ શેર ખૂબ ગમી ગયા…

  8. આખી ગઝલ જ એટલી મજાની થઈ છે કે કિરણભાઈને કહેવાનું મન થાય કે ‘કિરણભાઈ, આટલું કાફી નથી… હજી વધુ જોઈએ…!” :-)

    છેલ્લો શે’ર તો મારો એકદમ ફેવરીટ છે… છાશવારે મ્હોંમાં આવ્યા કરે છે !

  9. esha dadawala says:

    પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
    હું અને તું એટલું કાફી નથી !!

    vah,,,vah,,, kirankumar chauhan

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME