શું ખબર : મનોજ ખંડેરિયા

 

ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.

આયનો ફૂટ્યાથી શું વળ્યું,
પથ્થરો ભોંઠા પડી ગયાં.

કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.

દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.

શું ખબર એ શ્હેર ક્યાં હતું,
મીણના નકશા ગળી ગયાં.

લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.

- મનોજ ખંડેરિયા

 

પ્રતિબિંબ જોઈ અરીસો તોડવાથી, તેના એક એક ટુકડામાં આપણું પ્રતિબિંબ પડશે અને ત્યારે પથ્થરો શું ભોંઠા નહિં પડે ? ટૂંકી બહેરની આ ગઝલમાં ઉત્તમોત્તમ કલ્પનો મનોજભાઈએ પ્રયોજ્યાં છે.

 

 

.


2 Comments to “શું ખબર : મનોજ ખંડેરિયા”

  1. લંગરો છૂટી ગયાં અને,
    શ્વાસનાં વ્હાણો સરી ગયાં.

    - ઊંડી વાત…

    વાહ… આખી ગઝલ સુંદર થઈ છે…

  2. Nisheeth says:

    Wah bhai wah!!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME