ગઝલ : અનિલ ચાવડા
શ્વેત ચાદર ને ફુલોના હારનો ઉપહાર આપ્યો,
મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો !
સૌ પ્રથમ તો આગિયાની આંખનો ચમકાર આપ્યો,
ને પછીથી સૂર્યની સામે થવા પડકાર આપ્યો.
આપતા તો આપી દીધાં હાથ બે દમંયતીના પણ,
તો પછીથી કેમ માછીમારનો અવતાર આપ્યો.
પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યાં,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?
આ તો એનું એ જ ને ? આમાં અમારી મુક્તિનું શું ?
ઈંટમાંથી બ્હાર કાઢી ભીંતનો આકાર આપ્યો.
- અનિલ ચાવડા
સંસારમાં વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે અને સમય તેનો અણસાર સુદ્ધા આપતો નથી. જિંદગીની નરી આ વાસ્તવિકતાને અનિલે પોતાનાં અનોખા અંદાજમાં બયાં કરી છે. તો મત્લાના શેરમાં મોતનાં ‘સૌંદર્ય’ને કેવો નિખાર આપ્યો છે ?!!
.

મરણ બાદ કેવી રીતે જીવાય છે જીદગી,
કબરમાં ગયા પછી સમજાય છે જીદગીં.
જીવતી વેળા તો મને સમય જ ન મળ્યો,
મર્યા પછી કેવી દેખાય છે આ જીદગી.
વરસાદમાં ભીનાય છે ઠોડી આ કબર,
ને ઠંડી પાછી ઠુઠવાય છે આ કબર,
જીવતી વેળા તો મને સમય જ ન મળ્યો,
હવે ઋતુની સગં જીવાય છે જીદગીં.
કબર સાથે કેવુ ગેલ કરતુ આ કુતરુ,
એકાંતમાં હમસાથી બની ને રહેતુ આ કુતરુ.
જીવતી વેળા તો મને સમય જ ન મળ્યો,
હવે દોસ્તોની સગં જીવાય છે જીદગીં.
પ્રતિક મોર
pratiknp@live.com
સુંદર ગઝલ! પ્રથમ બે શેર વધુ ગમ્યાં.
સુધીર પટેલ.
અનિલ ચાવડા-હવે નવોદિત નથી રહ્યાં…!
કલમ હવે સશક્તની કક્ષા તરફ અગ્રેસર થઈ રહી છે અલબત્ત,સ્થાપિત થઈ રહી છે એમ કહેવું વધારે ઉચિત ગણાશે.
ખૂબ જ સુંદર ભાવવાહી ગઝલ બદલ અભિનંદનના અધિકારી છે.
આપતા તો આપી દીધાં હાથ બે દમંયતીના પણ,
તો પછીથી કેમ માછીમારનો અવતાર આપ્યો.
પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યાં,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?
ખૂબ સુંદર ગઝલના આ શેરો વધુ ગમ્યા
પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યાં,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?
આ તો એનું એ જ ને ? આમાં અમારી મુક્તિનું શું ?
ઈંટમાંથી બ્હાર કાઢી ભીંતનો આકાર આપ્યો.
- મજાના શેર… જાનદાર ગઝલ… મહેશભાઈની વાત સાચી છે. અનિલ ચાવડા હવે ‘એસ્ટાબ્લિશ્ડ’ કવિ છે !
સુંદર ગઝલ…!
kabiledad gazal.
વાહ અનિલ વાહ…સરસ ગઝલ….