સંબોધન કરું : ગૌરાંગ ઠાકર

 

મારું હું તો માત્ર અવલોકન કરું,
તું જુએ તો કૈંક સંવર્ધન કરું.

વેદનાને ધાવતા આ શબ્દ જોઈ,
આજે પાછું થાય છે સર્જન કરું.

મ્હેંક નામે બાગ જ્યાં પુસ્તક લખે,
ત્યાં હવાને થાય વિમોચન કરું.

તું કશું તો કર કે હું ઈશ્વર કહું,
હું નહીં તો અન્યનું સ્થાપન કરું.

હું વિચારોના કિનારે જઈ વસું,
ને વમળ પર કોઈ સંશોધન કરું.

મારા મનમાં એક એવી ઝંખના,
મારા નામે સૌને સંબોધન કરું. 

કૈંક જન્મોથી કરું છું મહાવરો,
મારા હોવાનું હવે મંચન કરું.

- ગૌરાંગ ઠાકર

 

” આ ભીતરનાં રસ્તે જવાનાં પ્રયત્ને , મને જાત મારી સફરમાં મળી છે.” – ગૌરાંગ ઠાકર

ભીતરનાં રસ્તે, માણસ લગ પહોંચવાની સફરમાં જ કૈંક જન્મનો મહાવરો આ જન્મે ‘હોવાપણાં’નું  મંથન કરવા આપણને સક્ષમ બનાવે છે. અને ગૌરાંગભાઈ આવા જ કંઈક મહાવરા સાથે ‘મંચન’ કરવા કટિબદ્ધ બની, ‘સંશોધન’ પણ કરે છે, ‘સર્જન’ કરે છે તો આ જ સફરમાં તેઓ હજુ એક નવા ગઝલ સંગ્રહનું ‘વિમોચન’ પણ કરવાનાં છે.  જોકે હજુ એની નામકરણ સેરેમની બાકી છે, પણ આજે તે નવા જ ગઝલસંગ્રહમાંથી એક ગઝલ તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે…….!!  

નોખાં કલ્પનો અને રદ્દીફ, કાફિયા સાથે આ ગઝલમાં ગૌરાંગભાઈ વિચારોનાં કિનારે બેસી, સરસ મઝાનાં શબ્દવમળો સર્જે છે. તો  કવિ એટલે દુઃખ દર્દનો મારો બિચારો બની વેદનાને ધાવી, શબ્દવ્યૂહમાં ગૂંચવાઈ  એક અનોખું સર્જન કરી લેતો હોય છે.  પોતાનાં હોવાપણાં સાથે ઈશ્વરનાં હોવાપણાં સામે તેઓ કોઈ અન્યનું સ્થાપન પણ કરવા તૈયાર થઈ ગયાં છે. તેમનો ગઝલબાગ ગુજરાતી સાહિત્યને મહેંકતું રાખે તેવી દિલી શુભેચ્છાઓ તેમનાં જન્મદિન અને નવા ગઝલસંગ્રહ માટે પણ……..

 

 

.


18 Comments to “સંબોધન કરું : ગૌરાંગ ઠાકર”

  1. sunil shah says:

    વિચારોના કિનારે જઈ વમળ પર સંશોધન કરવા ઈચ્છતા કવિમિત્ર ગૌરાંગભાઈને જન્મદિનની હૃદયથી શુભેચ્છાઓ.

  2. ગૌરાંગભાઈ,

    જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ.. હાર્દિક શુભકામનાઓ…

    મજાની ગઝલ…

  3. Mitixa says:

    ગૌરાંગભાઈ,

    જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

    મ્હેંક નામે બાગ જ્યાં પુસ્તક લખે..
    ત્યાં હવાને થાય વિમોચન કરું..
    ખૂબ સરસ..

  4. govindmaru says:

    જન્મદીને હાર્દીક અભીનન્દન અને અશીષ.

  5. VINOD THAKRAR says:

    happy birthday,hope you have a fantastic bithday.

  6. જન્મદિવસની શુભેચ્છા. ગઝલ માટે અભિનંદન.

  7. pragnaju says:

    जन्मदिनकी अनेक शुभकामना एवं शुभेच्छा
    મ્હેંક નામે બાગ જ્યાં પુસ્તક લખે,
    ત્યાં હવાને થાય વિમોચન કરું.
    તું કશું તો કર કે હું ઈશ્વર કહું,
    હું નહીં તો અન્યનું સ્થાપન કરું.
    હું વિચારોના કિનારે જઈ વસું,
    ને વમળ પર કોઈ સંશોધન કરું.
    મારા મનમાં એક એવી ઝંખના,
    वाह्

  8. Kavita Maurya says:

    સુંદર ગઝલ અને જન્મદિન મુબારક ગૌરાંગભાઈ !

  9. sudhir patel says:

    ગૌરાંગભાઈ ને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
    સુંદર ગઝલ અને નવા ગઝલ-સંગ્રહ માટે આગોતરા અભિનંદન!
    સુધીર પટેલ.

  10. P Shah says:

    nice gazal !
    Many many hapyy returns of the day !
    Congratulations for the new gazal-sangrah !

  11. kirankumar chauhan says:

    ખૂબ સુંદર ગઝલ. ગૌરાંગભાઇ ખૂબ લખો.

  12. તમામ શુભેચ્છક મિત્રો નો આભાર અને પીન્કિબેનનો ખાસ આભાર…

  13. ઈશ્વરને ય કંઈક કરવાનું કહી અન્યના સ્થાપનની ચિમકી આપતી આ ખુમારીસભર ગઝલ બદલ ગૌરાંગભાઈને ખાસ બિરદાવું છું.
    અને જન્મદિન નિમિત્તે પણ શુભાકામનાઓ.
    જોગાનુજોગ એવું થયું છે કે,મારા પૂ.પિતાશ્રી અને અમેરિકાસ્થિત મારા મોટાં સન- ભાવિનનો પણ આજે-૧૪ એપ્રિલ-જન્મદિવસ છે.

  14. chetu says:

    many many happy returns of the day…!! nice gazal..!!

  15. ખૂબ જ સ-રસ ગઝલ… બીજો શેર જરા વધારે ગમી ગયો!

    પ્રિય ગૌરાંગભાઈ, જન્મદિવસની મબલખ હાર્દિક શુભેચ્છાઓ સ્વીકારશો…!

  16. જય શ્રીકૃષ્ણ પિન્કીબેન,

    જન્મદિનની ખુબ ખુબ શુભકામનાઓ ગૌરાંગભાઈને,

    ખુબ સુંદર રચના.

    મારું હું તો માત્ર અવલોકન કરું.
    તું જુએ તો કૈક સંવર્ધન કરું.

  17. esha dadawala says:

    તું કશું તો કર કે હું ઈશ્વર કહું,
    હું નહીં તો અન્યનું સ્થાપન કરું.

    adbhut share…

    ESHA

  18. Hiral Vyas "Vasantiful" says:

    ખુબ જ સરસ

    “હું વિચારોના કિનારે જઈ વસું,
    ને વમળ પર કોઈ સંશોધન કરું.”

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME