મારો શામળિયો : નીરવ પટેલ

 

મારા શામળિયે મારી હુંડી પૂરી-
નીકર ગગલીના ગવનનું આણું શેં નેંકળત?

ચાવંડાની બાધા ફળી
ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !

રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !

ગગલીની મા તો જે મલકાય, મારી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,

મારો ભંગિયાનો ય બેલી ભગવાન !

- નીરવ પટેલ

My Shamaliyo honoured my hundi-

how else could we have arranged

the bridal gavan

for our Gagali’s send off ?

The vow to to goddess Chavanda bore fruit.

The garasiya’s wife departed suddenly in full bloom….

her bier was shrouded in a red gavan !

The pyre flamed crimson

and the red gavan flew off and fluttered on the akada bush !

Gagali’s mother…. oh ! That silly woman…….

how she chuckled in delight….

Soon as the back of the mourners turns

I’ll rush to the cremation ground, she reckoned.

The Lord is the saviour

of us untouchables too !

- Nirav Patel

(Translator : Pradip Khandwala)

 

સાંપ્રત સમય અનાયાસે જ સાહિત્યમાં પડઘાતો જ રહે છે. નરસિંહ, મીરાંથી તે અત્યાર સુધી સાહિત્યે જે તે સમયનાં સંસ્કૃતિ, મૂલ્યો, સમાજવ્યવસ્થા વિ.નો ઈતિહાસ શબ્દોમાં સાચવી રાખ્યો છે.  આઝાદી પહેલાં દેશભક્તિ કે ગાંધી વિચારધારા વિષયક કૃતિઓ રચાતી તેમ સમાજમાં પ્રવર્તિત વર્ણભેદ વિશે પણ ઘણી કૃતિઓ રચાતી.   કવિ શ્રી સુન્દરમ્ ‘ભંગડી’ કાવ્યમાં કહે છે – ” ઘમ્મર ઘેરો ઘાઘરો રે, એક ઘાઘરો રે,” અને એક ઘાઘરો રે – કહીને એકનાં એક જ જૂના ઘાઘરાનો ઉલ્લેખ સહજતાથી કરી દે છે. તો આગળ કહે છે, ”શેઠાણી પ્હેરે ચૂંદડી રે, રંગ ચૂંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, ભંગડી પ્હેરે ચૂંદડી રે,રંગ ચૂંદડી રે,જ્યારે નીકળે છૈયાની જાન.”      

આજે આંબેડકર જયંતિ નિમિત્તે ગુજરાતી સાહિત્યનાં દલિત કાવ્યો પર પણ એક નજર નાંખીએ. નીરવ પટેલ ‘ બહિષ્કૃત ફૂલો’ શીર્ષક હેઠળ દલિતોની વાત લઈને આવ્યાં છે. તો હમણાં મોરારિબાપુના સાંનિધ્યમાં દલિતસાહિત્ય વિશે એક કાર્યક્રમ સૌમ્ય જોષીનાં સંચાલન હેઠળ યોજાયેલો.

 

 

 .


3 Comments to “મારો શામળિયો : નીરવ પટેલ”

  1. સુંદર રચના…. અનુવાદ પણ સહજ અને મજાનો…

  2. sudhir Patel says:

    હ્ર્દય-સ્પર્શી દલિત કવિતા અને એવો જ અસરકારક અનુવાદ!
    સુધીર પટેલ.

  3. નીરવ પટેલ કૃત ‘ બહિષ્કૃત ફૂલો ‘ માતબર કાવ્યસંગ્રહ છે. પ્રસ્તુત રચનામાં ગેરબરાબરી પર વેધક કટાક્ષ થયો છે. કવિ અને અનુવાદક બંનેને દિલી અભિનંદન …

    - કીકા

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME