લખે છે : કવિ રાવલ

 

કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે
દાખલો ઓકાતનો અડધો લખે છે

વીજળી, વાદળ અને વગડો લખે છે
ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે

શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે
કોણ મારા નામનો પડઘો લખે છે ?!!

ચામડી પર વાગતો ચટકો લખે છે
સ્થળ,સમય,ઘટના… કશે અટકો લખે છે.

છાંયડા, વરસાદ ને તડકો લખે છે
ઝિન્દગી પણ કેટલી શરતો લખે છે.

- કવિ રાવલ

કાશ ! પ્રેમની જેમ ઝિન્દગી માટે પણ એવું કહેવાતું હોત – જિન્દગીમાં શરતો નથી હોતી …. !!  કિંતુ સ્થળ, સમય ને ઘટના તો આપણને ચટકો લાગે તેમ અટકો કહી દેતી હોય છે.  સદીઓ વીતી કાળને સમજવામાં હજુ આપણે તો કક્કો જ ઘૂંટીએ છીએ. અને કાળ પણ ચંદ્ર નહિં ઝાંખા ઝાંખા તારાને જ ખરવાની સજા આપતો હોય છે ને !! 

 

 

.


13 Comments to “લખે છે : કવિ રાવલ”

  1. નિઃશંકપણે સુંદર મત્લા ગઝલ…

    શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે
    કોણ મારા નામનો પડઘો લખે છે ?!!

    છાંયડા, વરસાદ ને તડકો લખે છે
    ઝિન્દગી પણ કેટલી શરતો લખે છે.

    - આ બે શેર તો ખૂબ જ ગમી ગયા…

  2. harnish Jani says:

    I join Vivekkumar in applauding the Gazal-
    Mast chhe-Dil ne gami gai.

  3. Hiral Vyas "Vasantiful" says:

    “છાંયડા, વરસાદ ને તડકો લખે છે
    ઝિન્દગી પણ કેટલી શરતો લખે છે.”

    ખુબ જ સુંદર

  4. sunil shah says:

    સુંદર…

  5. Chirag Patel says:

    સરળ અને પ્રવાહીત ગઝલ બની છે. કવિને અભીનન્દન.

  6. sudhir Patel says:

    સુંદર મત્લા ગઝલ! બધાં જ શે’ર ગમે એવા છે. અભિનંદન!
    સુધીર પટેલ.

  7. kirankumar chauhan says:

    આખેઆખી ગઝલ અફલાતૂન થઇ છે. કવિની ઝડપી પ્રગતિ અભિનંદનીય.

  8. વાહ ખૂબ સરસ ગઝલ…કવિને અભિનદન…

  9. કવિ, સરસ ગઝલ!

    આ બે શેર ખાસ ગમ્યાં:

    ચામડી પર વાગતો ચટકો લખે છે
    સ્થળ,સમય,ઘટના… કશે અટકો લખે છે.

    છાંયડા, વરસાદ ને તડકો લખે છે
    ઝિન્દગી પણ કેટલી શરતો લખે છે.

  10. ઉપરની બધી જ કૉમેન્ટસની સાથે હું પણ એજ સૂરમાં મારો સૂર મિલાવું …….સુંદર ગઝલ.

  11. pragnaju says:

    सुंदर मत्ला गझल

    શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે

    કોણ મારા નામનો પડઘો લખે છે ?!!

    ચામડી પર વાગતો ચટકો લખે છે

    સ્થળ,સમય,ઘટના… કશે અટકો લખે છે.

    काबिले दाद

  12. કવિતા મૌર્ય says:

    શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે
    કોણ મારા નામનો પડઘો લખે છે.

    સુંદર શેર !

  13. P Shah says:

    સુંદર મત્લા ગઝલ !

    બધા જ શેર આસ્વાદ્ય થયા છે !

    કવિને ખાસ અભિનંદન !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME