વેદ ચીતરવો પછી : કિશોર મોદી

 

ગૂઢતાનો ભેદ ચીતરવો પછી,
ને સનાતન વેદ ચીતરવો પછી.

એષણાનો રોજ સરવાળો કરી,
જિંદગીનો છેદ ચીતરવો પછી.

અહીં પળેપળ મૌનની લીલાશ લઇ,
પૂર્ણતાનો વેદ ચીતરવો પછી.
 
યુગયુગોથી કોઇ શાપિત અહલ્યા છું,
કઇ રીતે નિર્વેદ ચીતરવો પછી?

નિત સમસ્યા છે સમસ્યા છે કિશોર,
આ જગતનો ખેદ ચીતરવો પછી.

  – કિશોર મોદી

 

એષણાનો સરવાળો કરતાં કરતાં જિંદગીનો જ છેદ ઊડી જતો હોય છે અને પછી મૌનની આડે નિર્વેદ ચીતરાઈ જાય. નિતનવી સમસ્યા તો રહેવાની જગત પ્રત્યે ખેદ વ્યકત કરવાને બદલે જો સનાતન વેદને જ ચીતરીએ તો …… !!

 

 

.


3 Comments to “વેદ ચીતરવો પછી : કિશોર મોદી”

  1. sudhir Patel says:

    નવીન રદીફને ખૂબસુરત રીતે નિભાવતી સુંદર ગઝલ !
    સુધીર પટેલ.

  2. pragnaju says:

    चितरवो पछी रदिफनी मझानी गझल
    પૂર્ણતાનો વેદ ચીતરવો પછી.
    યુગયુગોથી કોઇ શાપિત અહલ્યા છું,
    કઇ રીતે નિર્વેદ ચીતરવો પછી? …
    પ્રેમની જેમ ઝિન્દગી માટે પણ એવું કહેવાતું હોત -
    જિન્દગીમાં શરતો નથી હોતી

  3. સુંદર ગઝલ…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME