લહર લહર કિરતાર ચઢો : પંચમ શુક્લ

 

શબદ બિંધ ઉસ પાર ચઢો,
બિના અશ્વ અસવાર ચઢો.

બાર બાર ગિરનાર ચઢો,
ધરો સાર, સંસાર ચઢો.

ખૂલે સાંસ તપ તાપ તપો,
અગન પંખ અંગાર ચઢો.

સકલ તોડ કા જોડ કહાં?
ડગર એક ટટ્ટાર ચઢો.

પઢો પાઠ, મન ઘાટ ઘટો,
સૂની, દેખી, ચમકાર ચઢો.

હટે નાંહિ જબ નેન લગા,
કદમ ધાર તલવાર ચઢો.

ઊઠી લહર કો થામ લિયો,
લહર લહર કિરતાર ચઢો.

- પંચમ શુક્લ

 

પંચમ શુક્લ બ્લૉગ જગતમાં પોતાની અર્થગહ્.ન કૃતિઓથી જાણીતા છે. ‘ બાપુ-ઘરાના’ ( રાજેન્દ્ર શુક્લ ) ની ગઝલો  પરમ તત્ત્વને સમજવા  જેવી જ ગડમથલવાળી સામાન્ય વાચકને લાગે – તેવી જ પંચમભાઈની પણ… તે જ ઘરાનાની ! !  તેમના જ શબ્દોમાં કહીએ તો બિના અશ્વ અસવારની ચઢવા કે તલવારની ધાર પર બઢવા જેવી વાત ……?!!  આજે તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ. 

 

 

.


11 Comments to “લહર લહર કિરતાર ચઢો : પંચમ શુક્લ”

  1. પંચમદાને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ….

  2. kirankumar chauhan says:

    વાહ ભૈ વાહ! અનોખી અને અદભુત ગઝલ.

  3. sudhir Patel says:

    પંચમશ્રી ને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
    હ્રદયે ચઢે એવી જાનદાર ગઝલ બદલ અભિનંદન!
    સુધીર પટેલ.

  4. pragnaju says:

    હટે નાંહિ જબ નેન લગા,
    કદમ ધાર તલવાર ચઢો.
    ઊઠી લહર કો થામ લિયો,
    લહર લહર કિરતાર ચઢો.

    ખૂબ સુંદર
    પાણીમાં લહેરો ઊઠે છે, આ લહર એટલે જ ડોલન-અશાંતિ. લહર ક્યારેય શાન્ત કે અશાન્ત હોઈ શકે નહીં. લહર ન હોય ત્યારે જ સાગર, નદી કે તળાવને શાંત કહી શકાય. લહર જળ વગર સંભવે નહીં, લહર વિના પાણી હોય શકે ! મનુષ્ય વગર મન હોય નહીં, જ્યારે મન વગર માનવી શક્ય છે.

    મનનું હોવું-થવું એનું જ નામ ખંડિતતા, અર્ધું મન એક પક્ષે અને બાકીનું વિપક્ષે. મન એવી બાબત જે શરીર અને હૃદય વચ્ચે – બુદ્ધિ અને આત્મા વચ્ચે ટોકરી વગાડતી સ્થિતિ- બન્ને વચ્ચેના નારદજી ! આ નારદત્વ-કસોટી, પરીક્ષા અન્ય પ્રાણી – જગતમાં જણાશે નહીં, માત્ર માનવમાં જ આ મન વસી શક્યું છે.

    માનવનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો સારા અને ખરાબ વિચારોનું ઉદ્દભવસ્થાન મન જ છે. નપાવટ માણસ ન કરવા જેવાં કાર્યો કરે છે ત્યારે તેનામાં હૃદયપક્ષે રહેલું મન થોડો હીચકીચાટ અનુભવશે.

    ઘંટીના બે પથ્થર પીસવાનું કામ કરે છે. આવા જ બે ભાગ વચ્ચે માનવી પીસાતો રહે છે – અનિર્ણિત વર્તે છે. ચક્કી આટો આપી સારું કાર્ય કરે છે, પણ કયું મન માનવ ઉપર સવાર થઈને કેવું કામ કરાવે છે તે નક્કી નથી.

    મનની ચંચલતા પોતાની પાસે હોય તેની સામે નજર કરતું નથી – સંતોષ અનુભવતું જ નથી. પ્રાપ્યથી સુખ થતું નથી, અપ્રાપ્યને તે વધુ ને વધુ વળગે છે – કાયમ અપેક્ષિત જ રહે છે.

    મનને મારી શકાતું જ નથી.
    જન્મદિનના અભિનંદન
    হেপী বর্থ ডে
    ಹೇಪೀ ಬರ್ಥ ಡೇ

  5. sapana says:

    સરસ! પંચમદા,
    જન્મદિવસની મુબારકબાદ.

    સપના

  6. સુખદ આશ્ચર્ય !

    વેબમહેફિલ અને સહુ મિત્રોની લાગણી બદલ આભાર.

  7. Lata Hirani says:

    saachi j vat chhe…

    aa gazal ‘KAVI SHREE’ ni yad apave chhe..

  8. Jay says:

    Happy Birthday, Panchambhai…Very nice and inspirational gajhal..Jay

  9. પંચમને જન્મદિનની શુભેચ્છાઓ.
    ગઝલ, સમજૂતી અને પ્રતિભાવો તમામ આનંદદાયક.

  10. ફરીથી… જન્મદિવસની શુભેચ્છાઓ.

  11. Sweet web site , super design , very clean and employ friendly .

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME