બપ્પોર : ગૌરાંગ ઠાકોર
( ….. ગુલમ્હોરનું ગીત ….. )
અહીં એક ઘટના બની જાય બપ્પોર,
સૂરજ થાય પગભર ને સર્જાય બપ્પોર.
અગનજ્વાળા એની પળે પળે વધે છે,
અને ગ્રીષ્મમાં ખૂબ લંબાય બપ્પોર.
હવા લાગતી કોઈ કાતિલ શિકારી,
અહીં તેથી માળામાં સંતાય બપ્પોર.
તરસગ્રસ્ત સઘળું ધરાથી ગગન લગ,
વળી પાછી એમાં ઉમેરાય બપ્પોર.
દુપટ્ટામાં વીંટે છે વાદળ સૂરજને,
ઘડી બે ઘડી ત્યારે બદલાય બપ્પોર.
પવનની પડે લાશ રસ્તા વચોવચ,
અને ત્યારે લાચાર દેખાય બપ્પોર.
ભરે છાંયડે કોઈ મ્હેફિલ મઝાની,
પછી ગીત ગુલમ્હોરમાં ગાય બપ્પોર.
- ગૌરાંગ ઠાકર
ઉનાળાની બળબળતી બપ્પોરે ‘રવિ’ ને કેમ રોકવો ? પણ કહે છે ને કે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. આપણી બધીયે સંવેદનાઓનું બાષ્પીભવન માત્ર રૌદ્ર સ્વરુપમાં રુપાંતર થતું હોય તેવી બપ્પોરે કવિની જ કલમ ચાલી શકેને … ?!! ગરમાળા પર પીળચટ્ટો સોનેરી તડકો ઝુમખે ઝુમખે ઝુલી રહ્યો હોય, ગુલમ્હોર તેની રાતી કલગી ડોલાવતો હોય ને સૂરજ કરતાંય વધુ ગરમ તેવી લાંબી કાળી સડકો પર માત્ર એકવાર centrally a.c. ઑફિસમાંથી બ્હાર નીકળી લટાર મારી જુઓ, પણ એ સડક પર ગરમાળો અને ગુલમ્હોર હોવો જરુરી છે…… નહિં તો ગુલમ્હોર તો રેડ કારપેટ વેલકમ કરશે પણ કાતિલ શિકારી જેવી હવાથી લૂ પણ વાગી જશે. તમને ચોક્કસ એવું જ લાગશે કે, ” પછી ગીત ગુલમ્હોરમાં ગાય બપ્પોર…….. “
.
the attachments to this post:




Pinkiben
JSK–jsk!
VERY NICE >>> “GOOLMAHOR NU GEET” – Kavi selected as per the season and that is the real charm and spirit. IT SHOWS IT’S APPROPRIATENESS! Keep up the good work.– I LOVE YOU AND ALL FOLKS! >>> Happy Akhatrij!
The poem is so effective-I was feeling heat while reading it.
સરસ ‘બપ્પોર’ પરની મુસલસલ ગઝલ!
સુધીર પટેલ.
મજાની ગઝલ… આ ત્રણ શેર ખૂબ ગમ્યા:
દુપટ્ટામાં વીંટે છે વાદળ સૂરજને,
ઘડી બે ઘડી ત્યારે બદલાય બપ્પોર.
પવનની પડે લાશ રસ્તા વચોવચ,
અને ત્યારે લાચાર દેખાય બપ્પોર.
ભરે છાંયડે કોઈ મ્હેફિલ મઝાની,
પછી ગીત ગુલમ્હોરમાં ગાય બપ્પોર.
ખુબ જ સરસ
“ભરે છાંયડે કોઈ મ્હેફિલ મઝાની,
પછી ગીત ગુલમ્હોરમાં ગાય બપ્પોર.”
સરસ ગઝલ. છેલ્લા ત્રણ અશઆર પ્રથમ વાચને સ્પર્શી ગયાં.
આખી ગઝલ વાંચતાવેંત ગમી ગઈ… ઉનાળાની બપ્પોરે સ-રસ મજાનું આઈસ્ક્રિમ ખાવા મળ્યું હોય એવી મજાની લાગી.
અભિનંદન ગૌરાંગભાઈ.
ખુબ સુન્દર કાવ્યો!