માણસ અને નેતા : ધીરજભાઈ શાહ


neta

એક માણસને

કેડેથી બેવડો

વળી ગયેલો જોઈને

એક રાજકીય નેતાએ

તે માણસને પૂછ્યું,

‘હે મિત્ર ! દેશનો ભાર તો

મારા માથે છે,

તું કેમ બેવડો

વળી ગયો છું ?’

માણસે કહ્યું,

‘ નેતાજી, એ ભાર આજની મોંઘવારી

જેટલો ભારે નથી.’

-  ધીરજભાઈ શાહ

( સાભાર : રીડગુજરાતી )

ચૂંટણીનાં ઢોલ ભારતમાં ચારેકોર વાગી રહ્યા છે, અલગ અલગ પક્ષ અને ઉમેદવારો નવાં નવાં વચનો આપી રહ્યાં છે.   પણ ધીરજભાઈ કહે છે એમ અંતે તો મોંઘવારી, બેકારી, મંદી કે સેન્સેક્સનો ભાર તો આપણી કેડે જ ને ??!!!

.


the attachments to this post:

neta
neta


2 Comments to “માણસ અને નેતા : ધીરજભાઈ શાહ”

  1. harnish Jani says:

    very good and timely.

  2. preetam lakhlani says:

    શુ આ કવિતા ખરેખર ધીરુ ભાઈ એ એમની કલ્પના થી લખી છે, કે પછી પ્રીતમ લખલાણી ની કવિતા ને આધારે અહી પ્રગટ કરી દીધી છે…..ઉપરની કવિતા મા ફક ત્ બે ચાર શબ્દોને બાદ બાકી કરી ને મારી આખી કવિતા પ્રગટ કરવા મા આવેલ છે,કદાચ ધીરજ ભાઈ એ મારી અનુમતી માગી હોત તો હુ પ્રેમ થી કઈ દેત કે આવી માથા જીક ક્રરવાને બદલે મારી કવિતા જ તમે તમારા નામે મુકી દો. મને કઈ વાધો નથી. દૉ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME