એક તમારા મતને ખાતર : કૃષ્ણ દવે
એક તમારા મતને ખાતર ખોટો ના ચૂંટાઇ એ જો જો.
એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.
એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.
ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.
એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,
મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.
એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,
સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.
એક તમારા મતથી ખાટું મોળું શું થાશે જાણો છો ?
એક ટીપાથી આખ્ખે આખ્ખે આખ્ખું દૂધ ન ફાટી જાય એ જો જો.
એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું ?
રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.
એક તમારા મતથી ધાર્યું નિશાન વીંધી નાખો છો પણ -
એ જ તમારી ઓળખનો અંગૂઠો ના છીનવાય એ જો જો.
એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા
પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.
- કૃષ્ણ દવે
” જેના નામ પર મેં ચોકડી મારી,
લોકશાહીમાં એ જ ચૂંટાઈ આવ્યો. ” સુરેશદાદાએ કશેક નોંધ્યું છે, મને થયું જો કે હવે તો મશીન આવી ગયાં એટલે વાંધો નહિં…. ?!! પણ ત્યાં વળી, કૃષ્ણભાઈ જ આપણને ચેતવે છે કે,
“મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ !
જેના પર એ મૂકે આંગળી, બત્તી ધરતું લાલ.”
Anyways ……
- પામો તો નેતા બનો,
આપો તો સપડાવ !
‘અમૂલ્ય’ કહી એ ચીજનો
તો ય ઠરે છે ભાવ ! – નિર્મિશ અંકલે કહ્યું એમ, આપનાં અમૂલ્ય મત નો વ્યય ન કરતાં અને ચોક્ક્સ મતદાન કરશો જ. કારણ દુનિયામાં પ્રવર્તિત બધી ‘શાહી’માં લોકશાહીમાં જ લોકોનો આટલો તો આટલો પણ ‘હક’ તો રહેલો છે. better option તો મળે at least આપણને…… !!
.
the attachments to this post:



સુંદર પ્રાસંગિક રચના…
મહેફિલમાં રાજકારણનો રંગ જામી રહ્યો છે… વાહ !
પ્રસંગને અનુરુપ સુંદર રચના.
પણ એવું લાગી રહ્યું છે કે લોકો હજુ શુધી સુઇ જ રહ્યા છે એવું લાગી રહ્યું છે આજના મતદાનના મોળા આંકડાઓ ઉપરથી.
બધે જ લગભગ ૩૦-૪૦% જ મતદાન નોંધાયું હતું.
લોકો પોતાના મતની કિંમત જાણતા જ નથી.
હલ્બલાવિ નાખે એવિ ગઝલ ચ્હે. ખરે ટાણે વાચવા મળિ.
ખુબ સરસ્.