ગુણવંતી ગુજરાત : અરદેશર ખબરદાર

 

guj

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

gunvanti

ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત !

મોંઘેરા તુજ મણિમંડપમાં, ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને માગિયે શુભ આશિષ !
અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરિયે નિત્ય કલ્લોલ !
અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની, વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં અર્પણ કરિયે જાત !
અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય !
અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં, રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી, માત ! રમે અમ ઉર !
અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ મુસલમાન,પારસી, સર્વે માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે, કરિયે સેવા સહુ કાળ !
અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર
અમારી ગુણવંતી ગુજરાત !

નમિયે નમિયે માત !  અમારી ગુણવંતી ગુજરાત !

- અરદેશર ખબરદાર

‘મહાગુજરાત આંદોલન’ની ચાર વર્ષની ચળવળ બાદ પહેલી મૅ, ૧૯૬૦નાં રોજ બૃહદ્ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના થઈ.  તે વખતે મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર્, ગુજરાત, કચ્છ વિ. બૃહદ્ મુંબઈ રાજ્યનાં અલગ અલગ પ્રાંત હતાં.  મૂકસેવક રવિશંકર મહારાજનાં હસ્તે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાતની સ્થાપના કરવામાં આવી. અને ત્યારથી જ અસ્પૃશ્યતા નિવારણ અને દારુબંધીનો કાયદો અમલમાં હતો. તો વળી, રવિશંકરે દેશની આઝાદીનાં ૧૨ વર્ષ બાદ પણ , સમગ્ર ભારતમાં  સરકારી ઓફિસોમાં ચાલતાં અંગ્રેજી વ્યવહારને ગુજરાતમાં તો ગુજરાતીમાં અમલ મૂકવાનું સૂચવ્યું ..! ! ગુજરાતનું પાટનગર પહેલાં અમદાવાદ હતું પણ પછીથી ગાંધીનગરની રચના કરવામાં આવી અને તેને પાટનગર બનાવવામાં આવ્યું.   આ વર્ષે ગુજરાત પચાસમા વર્ષમાં પ્રવેશ કરશે….. સરકારની તો ખબર નહિં કદાચ ચૂંટણીની ધમાલમાં શું કરે ?!! પણ આપણે ચોક્કસ જેણે આપણને પચાસ વર્ષ સાચવ્યાં તેનો ખબરદાર કહે છે તેમ, ” એક સ્વરે સહુ ગગન ગજવતો કરિયે જયજયકાર ” !  મેહુલ સુરતીએ સ્વરાંકિત કરેલ આ ગીતને આપ ‘ gunvanti ‘ પર ક્લીક કરવાથી સાંભળી શકશો.

 

 

.


the attachments to this post:

gunvanti
gunvanti

guj
guj


11 Comments to “ગુણવંતી ગુજરાત : અરદેશર ખબરદાર”

  1. Bharat Atos says:

    ગુજરાતદિનની આપને પણ ખુબ ખુબ શુભકામનાઓ.
    સુદર ગીત અને માહિતી.

  2. Bharat Atos says:

    બે મુક્તકો (ગુજરાત) -રિષભ મહેતા
    અહિંયા માણો.
    http://urmisaagar.com/saagar/?p=2128

  3. જય શ્રીકૃષ્ણ પિન્કીબેન,
    ગુજરાત સ્થાપના દિનની ખુબ ખુબ શુભકામનાઓ.
    વળી આ ગીતમાં જે રસમય શાસ્ત્રીય સંગીત મેહુલભાઈ એ મુકેલ છે તે પણ અનેરું છે.ઘણા સમય પહેલા તેમની સાઈટ પરથી આ ગીત મળેલું.ખુબ જ સુંદર રચના પણ.

  4. sudhir Patel says:

    ગુજરાત સ્થાપના-દિનની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન!
    ખૂબ જ સુંદર ગુજરાત પ્રેમથી ભરપૂર ગીત અને એવું જ સરસ સંગીત! આભાર!
    સુધીર પટેલ.

  5. મેહુલ આમેય મારો માનીતો છે એટલે શું કહું?

    જય ગરવી ગુજરાત…

  6. સુરેશ જાની says:

    દરેક ગુજરાતીએ મોંઢે કરવા જેવું ગીત.
    તેમની જીવન ઝાંખી

    http://sureshbjani.wordpress.com/2006/07/12/khabardar/

  7. Hikesh says:

    I am hear this Song first time and it is wonderful composition. I feel proud that and I am Gujarati.
    Jai Jai Garvi Gujarat

  8. priya says:

    very nice composition!!!!!!!!!!!!!!!!!!!!!

  9. priya says:

    very nice song. i am also hear this song in school time

  10. priya says:

    good song !!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME