સૂર્ય થઈને : ભરત ભટ્ટ ‘ પવન’

 

સૂર્ય થઈને એ હવે પસ્તાય છે,
રાત એના ભાગ્યમાં ક્યાં થાય છે !

ચાંદનું કિસ્મત જરા જુદું હશે,
ધોળે દા`ડે એ કદી દેખાય છે.

એક પણ શ્રોતા નથી માટે હવે,
ભીંત સામે વારતા મંડાય છે.

સ્વર્ગ પણ છે જોવાલાયક સ્થળ છતાં,
જીવતેજીવ કોઈ ત્યાં ક્યાં જાય છે ?

તાપણું તો છે બહાનું નામનું,
આમ બાકી ત્યાં ઘણું રંધાય છે.

- ભરત ભટ્ટ `પવન’

 

 

.


6 Comments to “સૂર્ય થઈને : ભરત ભટ્ટ ‘ પવન’”

  1. Bharat Atos says:

    ઘણા બધા સત્યોને ઉજાગર કરતી ગઝલ.
    ખૂબ જ સુંદર ગઝલ.

    જ્યાં પહોચવાની ઇચ્છા ઝંખના વરસોથી હોય
    ત્યાં પહોંચતા જ મન પાછું વળે એમ પણ બને.
    -મનોજ ખંડેરિયા.

  2. sudhir Patel says:

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  3. સુરેશ જાની says:

    બહુ કલ્પનાશીલતાથી વીરોધાભાસો એકઠા કર્યા છે.
    તખલ્લુસ પણ ગમ્યું .

  4. harnish Jani says:

    સૂર્ય થઇ પસ્તાય છે–ખૂબ ગમ્યુ.
    સઁદર રચના-

  5. Hiral Vyas "Vasantiful" says:

    ખુબ સરસ.

    “એક પણ શ્રોતા નથી માટે હવે,
    ભીંત સામે વારતા મંડાય છે.

    સ્વર્ગ પણ છે જોવાલાયક સ્થળ છતાં,
    જીવતેજીવ કોઈ ત્યાં ક્યાં જાય છે ?”

  6. મારી ગમતી ગઝલ… લયસ્તરો પર એની ટિપ્પણી લખવાનું ગમ્યું હતું:

    http://layastaro.com/?p=1232

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME