તારી જો હાક સુણી : રવિન્દ્રનાથ ટાગોર ( અનુ : મહાદેવ દેસાઈ )

 

tagore

 ( તારી જો હાક સુણી – કિશોરકુમાર – બંગાળી )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 ( તારી જો હાક સુણી – ભાઈલાલભાઈ – ગુજરાતી )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“>

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો .

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારે કાંટારાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

- રવિન્દ્રનાથ ટાગોર

( અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ )

 

 Tagore’s English translation


If they answer not to thy call walk alone,
If they are afraid and cower mutely facing the wall,
O thou of evil luck,
open thy mind and speak out alone.

If they turn away, and desert you when crossing the wilderness,
O thou of evil luck,
trample the thorns under thy tread,
and along the blood-lined track travel alone.

If they do not hold up the light when the night is troubled with storm,
O thou of evil luck,
with the thunder flame of pain ignite thy own heart
and let it burn alone.

 

૭ મે, ૧૮૬૧નાં રોજ ભારતને પ્રથમ નૉબલ પ્રાઈઝ અપાવનાર વિરલ વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયેલો.  વળી, સાહિત્યમાં તેમને આ પારિતોષિક મળેલો, અને અન્ય ભાષાની જેમ ગુજરાતી સાહિત્યમાં પણ ગાંધીવિચારધારાની જેમ તેમનો પણ પ્રભાવ રહેલો. રવિન્દ્રસંગીત જેવું જ …. !! આમ તો આ ગીત ગાંધીજી માટે એમણે લખેલું, પણ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ સંજોગોમાં તે એટલું જ પ્રસ્તુત છે.  મારા માટે તો ગાંધીજી, આઈન્સ્ટાઇન કે ટાગોર એક spiritual personality ન હોવા છતાં કોઈ ગુરુથી કમ નથી. કારણ એમણે ઉપદેશ નથી આપ્યાં પણ તેવું જીવ્યાં છે. મને તો રસોગુલ્લા આજે અનાયાસે જ મળી ગયાં તેમનાં જન્મદિનની પાર્ટીનાં …… તો તમારા માટે પણ રસોગુલ્લા જેવું જ મિષ્ટી ગીત….. !! અને તેમનાં શબ્દોનાં રંગો જોવા આ પેઈન્ટિંગ જરુર જોશો. બન્ને ગીતો માટે મેહુલનો ખૂબ ખૂબ આભાર….. !!

 

 

.


the attachments to this post:

tarijohaksuni
tarijohaksuni

kishor_kumar-jodi_tor_daak_shune
kishor_kumar-jodi_tor_daak_shune

tagore
tagore


8 Comments to “તારી જો હાક સુણી : રવિન્દ્રનાથ ટાગોર ( અનુ : મહાદેવ દેસાઈ )”

  1. harnish Jani says:

    Wah Wah-U made my day.

  2. સુરેશ જાની says:

    એકલા જવાની મજા અને વ્યથા માણી જોજો. એ અનુભવ એક વાર લેવા જેવો છે. ઘણું બધું જાણવા મળશે, અને અંદર વધારે ઉતરાશે. સર્જકતા માટે બન્ને જરુરી છે. ત્યારે જ રવીન્દ્રનાથ જેવી પ્રતીભા પાંગરે.
    બાકી મહેફીલમાં રહેવામાં જ વાહ વાહ , પદ , પ્રતીષ્ઠા મળે!!!!

  3. અદભુત… વાહ.. બંને ઑડિયો સાંભળવા અને અંદર ઉતારવા ગમે એવા છે…

  4. Dilip Ghaswala says:

    રવીબાબુ ની જન્મ દિન ની ભેટ અદભુત મલી..
    દિલીપ ઘાસવાલા…

  5. Bharat Atos says:

    વાહ! ખુબ જ સુંદર બંગાળી ગીત.
    પણ ગુજરાતી ગીતને સાંભળી શકાતું નથી.
    રવિન્દ્રનાથ ટાગોરને જન્મદિનની ખુબ ખુબ શુભકામનાઓ.

  6. sudhir Patel says:

    મહાન ગીત અને ખૂબ જ સુંદર ભાવવાહી અનુવાદ અને એવું જ અસરકારક સ્વરાંકન!
    સુધીર પટેલ.

  7. pragnaju says:

    Jodi tor đak shune keu na ashe tôbe êkla chôlo re,
    Êkla chôlo, êkla chôlo, êkla chôlo, êkla chôlo re.

    Jodi keu kôtha na kôe, ore ore o ôbhaga,
    Jodi shôbai thake mukh firaee shôbai kôre bhôe—
    Tôbe pôran khule
    O tui mukh fuţe tor moner kôtha êkla bôlo re.

    Jodi shôbai fire jae, ore ore o ôbhaga,
    Jodi gôhon pôthe jabar kale keu fire na chae—
    Tôbe pôther kãţa

    Jodi alo na dhôre, ore ore o ôbhaga,
    Jodi jhôŗ-badole ãdhar rate duar dêe ghôre—
    Tôbe bojranôle
    Apon buker pãjor jalie nie êkla jôlo re.

    ব্

  8. [...] 1)    http://webmehfil.com/blog/2009/05/07/%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AB%8B-%E0%AA%… [...]

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME