શે’ર પે સવાશે’ર : નિર્મિશ ઠાકર
~: કવનમાં વક્રીભવન :~
પત્નીને-
ગુજારે જે શિરે તારે જગતનો નાથ સ્હેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
- બાલાશંકર કંથારિયા
ગુજારે જે શિરે તારે આ ઘરની નારી સ્હેજે,
હજી તો દાળ ખારી છે, જીવન ખારું ગણી લેજે.
* * *
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી.
- ચીનુ મોદી
ક્યારે કાર સાથે, ક્યારેક નાર સાથે
બગડે તો થાકવાનું બસ ભાર તાણી તાણી !
* * *
મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
- અકબરઅલી જસદણવાળા
જીવનમાં સ્થિરતા કેવી ? મનોમંથન કરી લઉં છું,
મિસિસ છે કોરિયોગ્રાફર ને હું નર્તન કરી લઉં છું.
* * *
એક પ્રણાલિકા નિભાવું છું, લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જિવાય છે ?
- સૈફ પાલનપુરી
એક પત્નીવ્રત, નસીબે શે’ર એક જ છે હવે,
આખી ગઝલો જેવું જીવન ક્યાં હવે જિવાય છે ?
* * *
લેણદારોને -
દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાં નું દેણ જો અલ્લાહ ઉધાર દે !
- ‘મરીઝ’
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ મને કાંઈ ના ધીરે !
ચૂકવું બધાં નું દેણ જો અલ્લાહ ઉધાર દે !
* * *
જિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે !
- ગની દહીંવાળા
લેણદારોના હૃદયનો તું જ પડઘો છે કવિ !
થાય ના ચૂકતે કશું ને નામ બોલાયા કરે !
* * *
રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
- બરકત વિરાણી ‘બેફામ’
રડ્યા સૌ લેણદારો મુજ મરણ પર એ જ કારણથી,
હતો હા વાયદો આજે ને મારી હાજરી નહોતી.
* * *
અંતે -
દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બે-ચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે ?
- જલન માતરી
આ મુક્તકથી મળ્યાં છે સ્ટેજ પર બે-ચાર ટમેટાં,
જો ફટકારું ગઝલ તો સ્ટેજ પર પથ્થર નહીં આવે ?
just for a change … આજે નિર્મિશ અંકલનાં શે’ર પે સવાશે’ર ……!! પત્ની અને લેણદારોને બાજુમાં બેસાડીને વાંચવાથી તેની કૉરિયોગ્રાફી મુજબ ડાન્સ નહિં કરવો પડે તેની ખાતરી મારા તરફથી……. !!

મારુ તો મને ગમે જ ! NIRMISH-UNCLE શુ કહે ? શેખચલ્લીનો શેર….
આખ ચૂચી થૈ ગઇ ને વાળ પાકા થૈ ગયા
જોતજોતામા અમે ભાઇથી કાકા થૈ ગયા !
વાહ નિમ્મેશ ભઇ,,,મજા પડી ગઇ…ગનપટ ને ગમી કે નહી?..
આમ જ હસાવતા રહો..દિલીપ ઘાસ્વાલા
વાહ ખરેખર સરસ.
નિર્મિશભાઇના કયા પાસાને વખાણવું એ જ મુંઝવણ હોય છે.He is a multifaceted personality.A man of ‘મુક્ત હાસ્ય’.
હા હા હા હા…..
મજા આવી ગઇ…
Enjoyed nice parody from Nirmishbhai!
Sudhir Patel.
ખુબ જ સરસ..
“જીવનમાં સ્થિરતા કેવી ? મનોમંથન કરી લઉં છું,
મિસિસ છે કોરિયોગ્રાફર ને હું નર્તન કરી લઉં છું.”
આખ ચૂચી થૈ ગઇ ને વાળ પાકા થૈ ગયા
જોતજોતામા અમે ભાઇથી કાકા થૈ ગયા !
- આ ગમ્યું…
enjoyed
મોટાભાગે સ્ત્રિઓ પર જ નેગેટિવ comments કેમ થાય? સ્ત્રીઓ પર જ ૯૦% જીવન જીવનારા પુરુષોને શું કહેવું!!!!? પણ નિર્મિશ નો શેર તો ગમ્યો જ.