રાહ જોવી : મિરોસ્લાફ હોલુબ

અરવિંદ ભટ્ટ કહે છે,
” એક પીંછુ મોરનું શોધતાં શોધતાં,
છેક પહોંચી જવાયું છે ગોકુળમાં.”
– થોડા સમય પહેલાં મા વિશે એક રચના મૂકેલી, પણ અનુવાદક વિશે જાણ ન હતી.  અને તેને ” શોધતાં શોધતાં “  ગોકુળ એટલેકે આખી રચના જ મળી ….. ?!!    ચેકોસ્લોવેકિયન કવિ મિરોસ્લાફ હોલુબ Dr. Miroslav Holub ની આ  રચનાનો અનુવાદ હસમુખ પાઠકે કર્યો છે. તેમનું પ્રથમ કાવ્ય-પુસ્તક ‘ Day Duty’ હતું. તેઓ એક અનુવાદક અને નિબંધકાર પણ હતાં. તેમની રચનાઓનો લગભગ ૩૭ ભાષામાં અનુવાદ થયો છે. તેમના વિશે Ted Hughes કહેલું ”one of the half dozen most important poets writing anywhere.” …. !!!   તેઓ એક વૈજ્ઞાનિક હતાં અને immunology ક્ષેત્રમાં તેમનું કાર્ય નોંધનીય છે.

miroslav_holub

( મિરોસ્લાફ હોલુબ )

જે રાહ જુએ છે તે હંમેંશા મા હોય છે,

એની બધી આંગળીઓ ચગદાઈ ગયેલી

જગતનાં સ્વયંસંચાલિત બારણાઓમાં,

એના સઘળા વિચારો જાણે કે

જીવતાં ટાંકણીથી જડી દીધેલાં સગભૅ પતંગિયાં,

અને એના વાટવાનો અરીસો બતાવે

ક્યારનોય વહી ગયેલો કાળ, જ્યારે

ખુશીની કિકિયારીઓ સફરજન-વૃક્ષોમાં લંબાતી રહી હતી.

અને ઘરમાં રીલ અને દોરો એકબીજાંને ઘુસપુસ પૂછે :

આપણું શું થશે ?

જે રાહ જુએ છે તે હંમેંશા મા હોય છે,

અને હોય છે બીજી હજાર વસ્તુઓ જેમનાં ભાગ્યમાં હોય છે

દુર્નિવાર પતન.

જે રાહ જુએ છે તે  હંમેશાં મા હોય છે.

નાની થતી, નાની થતી,

ઝાંખી થતી, ઝાંખી થતી,

સેકંડે સેકંડે

ત્યાં સુધી કે અંતે

ન કોઈ જ એને જુએ

- મિરોસ્લાફ હોલુબ

( અનુવાદક : હસમુખ પાઠક )

માની એક સીધી સાદી વ્યાખ્યા / વિભાવના………તે હંમેશાં રાહ જ જોતી હોય. દીકરાના ફોનની, દીકરાના મૅલની કે દીકરાનાં જમવાની…. !! જો પાછાં વળીને જોઇએ તો અને તો જ ? – નાની થતી, ઝાંખી થતી મા દેખાશે જ પણ તમે જ્યારે નથી જોઇ શકતાં એટલાં દૂર થઈ જાઓ કે જોવાનું છોડી દો ત્યારે પણ મા રાહ જ જોતી હોય….!!

.


the attachments to this post:

miroslav_holub
miroslav_holub


11 Comments to “રાહ જોવી : મિરોસ્લાફ હોલુબ”

  1. સુંદર કાવ્ય.

    ” જે રાહ જુએ છે તે હંમેંશા મા હોય છે,

    એની બધી આંગળીઓ ચગદાઈ ગયેલી

    જગતનાં સ્વયંસંચાલિત બારણાઓમાં,

    એના સઘળા વિચારો જાણે કે

    જીવતાં ટાંકણીથી જડી દીધેલાં સગભૅ પતંગિયાં,”

  2. harnish Jani says:

    જે રાહ જુએછે તે મા હોય છે–ખૂબ સરસ-

  3. જે રાહ જુએ છે તે હંમેશાં મા હોય છે.
    નાની થતી, નાની થતી,
    ઝાંખી થતી, ઝાંખી થતી,
    સેકંડે સેકંડે
    ત્યાં સુધી કે અંતે
    ન કોઈ જ એને જુએ…

    - ક્યા બાત હૈ ! ઉત્તમ રચના…

  4. સરસ કાવ્ય.

  5. Bharat Atos says:

    “માં” શબ્દ બોલતાં જ મોં માં મીઠાશ આવી જાય છે.
    ખરેખર કવિઓએ સાચું જ કહ્યું છે કે “ગોળ વિના મોળો કંસાર માં વિના સૂનો સંસાર”.
    ખુબ જ સુંદર કાવ્ય.

  6. P Shah says:

    સુંદર રચના !

  7. ghanshyam says:

    જે રાહ જુએ છે તે હંમેશા મા હોય છે.
    ઘનશ્યામ વઘાસિયા.

  8. ketan shah says:

    jagat nu akakshri kavya aetle maa

  9. જે રાહ જુએ છે તે હંમેશાં મા હોય છે.
    નાની થતી, નાની થતી,
    ઝાંખી થતી, ઝાંખી થતી,
    સેકંડે સેકંડે
    ત્યાં સુધી કે અંતે
    ન કોઈ જ એને જુએ…

    - ક્યા બાત હૈ ! ઉત્તમ રચના…

  10. હિતેશ માખેચા says:

    લખવા માટે શબ્દ નથી.

  11. “માં” શબ્દ બોલતાં જ મોં માં મીઠાશ આવી જાય છે.
    ખરેખર કવિઓએ સાચું જ કહ્યું છે કે “ગોળ વિના મોળો કંસાર માં વિના સૂનો સંસાર”.
    ખુબ જ સુંદર કાવ્ય.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME