કલંક : ધર્મેશ ‘ડી’

મારા ગર્ભના પોલાણમાં
પ્રસરી રહ્યું છે
વેરાન રણ
લીલાછમ્મ થવા મથતાં
મારા સ્ત્રીત્વને
નિર્મૂળ કરી દે છે
એનો ભૂખાળવો ઝંઝાવાત.
પણ
મને તો ગમે છે
ભૂરાંભમ્મર ઝાંઝવા
અને
પ્રસવની પીડા પણ
એથી જ
અવતારું છું
રોજ
એકાદ-બે ઝાંઝવાં
કલંકોને ધોતી રહું છું
એ રીતે…
- ધર્મેશ ‘ડી’
માતૃત્વનાં અવસરને ઉજવતો દિન …. !! કોઈએ કહ્યું છે, ” જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર. ” બસ આવી જ કંઈક માર્મિક વાત ધર્મેશભાઈ ઉજાગર કરે છે. ઝાંઝવાની જેમ જ સપૂત અવતરે પણ – વિશ્વમાં કોઇક જ શ્રેષ્ઠ બાળક હોય અને તે દરેક ‘મા’ પાસે હોય છે. અને એ દરેક ‘મા’ ને આજનાં દિને પ્રણામ.
.
the attachments to this post:


!!!! simply superb… very nice…Thnx Pinkiben, for servng such grt creations… Wishes of Mother’s Day to u too..
હૃદયસ્પર્શી રચના..
સુંદર રચના.
સુદર રચના
અદભૂત સંવેદનો …
superb khubaj saras rachana
સરસ રચના… વાહ !
nice ..enjoyed…