દરિયો : મૂકેશ જોશી

કાળમીંઢ પથ્થર પર માથું પછાડતાં,
કોઈએ ખમ્મા કહ્યું જ નહિં હોય ?
લાગે છે દરિયાને મા નહિં હોય …
નહિંતર શું કામ એ વાદળનું રૂપ લઈ, આભ મહીં આમ તેમ રખડે,
‘ ક્યાંય મારી મા નથી ‘ જાણ્યા પછી, એના ડૂસકાંઓ ઝાપટામાં દદડે,
દરિયાને નહિં મળતી માના આશીર્વાદે, આપણને વરસાદી ઋતુ મળી હોય ….. લાગે છે
દૂધ નહિં પાણી પીવડાવી પીવડાવીને, મોટો કરેલ એને કોઈએ
ડૂમો ભરીને કહે રેતીને દરિયો, ‘આપણેય મા હોવી જોઈએ’
સાસુનું દુ:ખ નથી જાણીને, નદીઓએ હોંશભેર એ બાજુ દોટ મૂકી હોય …… લાગે છે
- મૂકેશ જોશી
જલન માતરી તો કહે છે :
“કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.” કદાચ એમને ખબર ન’તી કે એ તો દરિયાને મા નથી એટલે ……!! સાસુ ના હોય એ દીકરીને સાસરે દુ:ખ શું ? પણ દરિયાને તો મા ન હોવાનું દુ:ખ હોયને …. કદાચ એટલે જ તો એ દિવસ-રાત કાળમીંઢ પથ્થરો પર માથું પછાડે છે.
.
the attachments to this post:


ાઅફલાતુન કલ્પન.. અફલાતુન કાવ્ય
સુંદર કલ્પન. મજાનું ગીત.
અદભુત કલ્પના .ગમી
મારા ‘સરીતા’ પરના લેખ યાદ આવી ગયા. એમાં નદી અને દરીયાની પ્રણાલીકાગત કલ્પના કરતાં સાવ જુદુજ ભાવ વ્યક્ત કર્યો છે .
http://gadyasoor.wordpress.com/2008/07/29/river_3/
આ છેલ્લો ભાગ છે, જેમાં આ ભાવ વ્યક્ત કર્યો છે.
સુંદર રચના.
મુકેશ જોશીની વાત જ કંઇક અલગ છે.
સજીવારોપણ અલંકારના સરસ ઉપયોગ સાથેનું સુંદર ગીત!
સુધીર પટેલ.
સુંદર ગીત !