ગઝલ : અશોકપુરી ગોસ્વામી

 
સાવ સાદો દાખલો ખોટો થયો,
એક ડાઘો ભૂંસાતાં મોટો થયો.
 
જીતવું પણ હારના જેવું હતું,
આપણો જુદો નફો-તોટો થયો.
 
જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
જળની અંદર જેમ પરપોટો થયો.
 
ક્યાં બુલંદી કોઇને કાયમ મળી ?
એક તારો એક લિસોટો થયો.
 
આયનામાં કાલ જે જીવતો હતો,
એ જ માણસ આખરે ફોટો થયો.
 
- અશોકપુરી ગોસ્વામી

 

પરપોટા જેવી જિંદગીનું સાવ સાદું સીધું ગણિત…….. શેના માટે આ નફો-તોટો મેળવવાનો જ્યાં જિંદગી જ એક તારાનાં લિસોટા જેવી છે. અને અંતે તો મારે, તમારે – સૌએ ફોટો બનીને જ લટકવાનું છે ને ?   બસ આયનામાં જાતને જોઈ શકીએ એવું જીવાય તોય ઘણું જ …… !!

 

 

.


4 Comments to “ગઝલ : અશોકપુરી ગોસ્વામી”

  1. Harnish Jani says:

    સાવ સાદો દાખલો……બહુ જ સરસ.

  2. Bharat Atos says:

    જન્મ પામ્યા કે જીવન પુરું થયું,
    જળની અંદર જેમ પરપોટો થયો.

    વાહ!!!! શઁ વાત કહિ છે.

  3. બહુ જ સુંદર ગઝલ. 13-14 વર્ષ પછી પાછી વાંચી.

  4. જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
    જળની અંદર જેમ પરપોટો થયો.
    -સરસ વાત…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME