જાય છે : રમેશ પારેખ
જે તરફ આપણી આસ્થા જાય છે,
આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ?
પક્ષી માફક હું ટહૂક્યો તો કેવું થયું !
એકમાં વૃક્ષ સો ખૂલતાં જાય છે !
જેમ મધ્યાહ્ન પેઠે તપે છે તરસ.
એમ પાણી યે ટૂંકાં થતાં જાય છે.
ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.
તારી કાયા જ મારી ઊગમણી દિશા,
મારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.
તેં જ પૂર્યો હતો ટીપડામાં તને,
માર્ગને તો જ્યાં જાવું’તું ત્યાં જાય છે.
- રમેશ પારેખ
પક્ષીની જેમ માણસ ટહુકે તો વૃક્ષ કેવું ખીલે ? પણ ડાળની જેમ બટકાઈ જતાં સપનાં જોઈ એક જ ટીપામાં આપણી જાતને પૂરી દઈએ તો – માર્ગ ને તો રસ્તો ખબર જ છે, આપણે જ મંઝિલ પામવાની તરસને મધ્યાહ્ન પેઠે તપાવવી પડે ……….!! આજથી www.rameshparekh.in પર ર.પા. ડિજીટલ સ્વરુપે મળશે.
.

ખૂબ સુંદર ગઝલ…
વેબસાઈટની જાણકારી બદલ ખૂબ ખૂબ આભાર…
સરસ ગઝલ.
જે તરફ આપણી આસ્થા જાય છે,
આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ?
પીંકીબેન આભાર સુંદર નજરાણા માટે.
સપના
ર.પા.ની વધુ એક સુંદર ગઝલ!
એમની નવી જ વેબ સાઈટની જાણકારી માટે આભાર, પીંકીબેન!
સુધીર પટેલ.
વેબસાઈટની જાણકારી બદ્લ આભાર.
વેબ મહેફિલ સજાવવાનું આપનું કામ ખુબ જ સુંદર.
અને રમેશ પારેખની સુંદર ગઝલનું રસપાન કરાવવા બદલ ખુબ ખુબ આભાર્.