આવે છે : હર્ષદ ત્રિવેદી

 

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.

કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં ય મેર પછી મણકો આવે છે.

હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ -
ઇલાજમાં એના રોજ ભડકો આવે છે.

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે.

ગયાં’તાં, પાછાં ત્યાં જ આવીને ઊભાં,
જવું ક્યાં ? ચારેકોર તડકો આવે છે.

ઘણા વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ, ભભકો આવે છે.

- હર્ષદ ત્રિવેદી

 

 ’જિંદગી’ની માળા રોજ જ ફેરવીએ અને જ્યાં મેરનો મણકો ઉમળકો ઠાલવે ત્યાં જ સણકો……. ?!! દિવસે તડકો અને રાતનાં અંધારું – ભડકામાં તપવાનું, તરસવાનું, ગાવાનું, તો જિંદગીમાં રણકો આવે … !!
 

 

 

.


10 Comments to “આવે છે : હર્ષદ ત્રિવેદી”

  1. સુંદર ગઝલ. બહુ મઝાના કાફિયાઓ – નવી જ રીતે પ્રયોજ્યા છે.

  2. સરસ ગઝલ રણકો આવે છે સરસ

  3. Bharat Atos says:

    રણકતી,ભભકાદાર ગઝલ!!!!!

  4. chetu says:

    પ્રથમ તપવાનુ …. મહામુશ્કેલી બાદ રણકો આવે છે …

    સરસ ..!!

  5. Harnish Jani says:

    મત્લા બહુ ફાંકડો છે-પિંકીજી સુંદર ગઝલ બદલ આભાર.

  6. sunil shah says:

    ઉમળકા સાથે આવતા સણકાનું ઝીણું કાંતણ ગમી ગયું. સરસ ગઝલ..

  7. સુંદર રચના…

  8. P Shah says:

    nice one !
    enjoyed by heart !

  9. sudhir patel says:

    શ્રી હર્ષદભાઈની આ સુંદર ગઝલ અહીં ફરી માણવાની મજા આવી!
    સુધીર પટેલ.

  10. nilam doshi says:

    આ સુન્દર ગઝલ પરમ સમીપે પર પણ ઘણાં સમય પહેલા મેં મૂકી હતી.અહી ફરી એકવાર વાંચવાની મજા માણી.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME