સરનામું મળ્યું : હરિશ્ચન્દ્ર જોશી

સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.
મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.
સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.
જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.
એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.
- હરિશ્ચન્દ્ર જોશી
સોળ વરસનાં કાચા કુંવારા હૈયાંનું અંગત સરનામું … રોજમેળના ચોપડામાં ખોવાઈ જતું હોય છે. અને અચાનક ખુદનેય જાણ ન થાય એમ એ સરનામું મળી આવે ત્યારે યાદની એ ગલીઓમાંથી – સાતેય જન્મની પ્યાસ બૂઝવ્યા વિના એ મયખાનામાંથી બહાર કેવી રીતે નીકળાય ?!!
.
the attachments to this post:


ખુબ સરસ
“સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.”
આખી ગઝલ મને ખૂબ જ ગમી.
અદભુત અદભુત, આખે આખું કાવ્ય અદભુત, જ્વલેજ આવી આનંદ દાયક રચના મળી જતી હોય છે.
સુંદર રચના…
અતિતના સંભારણા અને એ પણ સોળ વરસની વયના!!!!!
યાદ કરતાં જ મનમાં સળવળાટ થવા લાગે છે.
આ ગીત યાદ આવી જાય છે.
“પુરાની જીન્સ ઓર ગીટાર….”
વાહ! સરસ ગઝલ!!
સુધીર પટેલ.
આખી ગઝલ ખૂબ સરસ..
જીવનમા કયારેક સાચુ સરનામુ મળી જાય તો..?
વાહ! મજા આવી ગઈ..