મતાંતર હો : સુધીર પટેલ
મતાંતર હો,
છતાં જીવન સમાંતર હો !
ધરો આકાર છો જુદાં,
પરંતુ એ પરમનું બસ રૂપાંતર હો !
ભલે લાગે અહીં જીવન બહુ ટૂંકું,
પરંતુ પાશ્ચૅભૂમાં જિંદગીની, યુગયુગાંતર હો !
ઝલક આઠે પ્રહર જોવા મળે એની પછી તમને,
પ્રથમ આંખો મીંચીને દૂર બસ, ભીતર રહેલાં સૌ પટાંતર હો !
અનુસંધાન જોવા પામશો જન્મોજન્મનું તો સહજ ‘સુધીર’,
તમે ઘર જેમ બદલો એટલી ને એ સરળતાથી જીવનનું પણ સ્થળાંતર હો !
- સુધીર પટેલ
સુધીર અંકલની આઝાદ ગઝલ – ગઝલસ્વરૂપ અને બંધારણની રીતે તો નોંધનીય છે જ , પણ તેનું હાર્દ પણ હૃદયસ્પર્શી છે. યુગયુગાંતર જિંદગીનું જાણે પરમમાં રૂપાંતર !! શબ્દોનું અનુસંધાન અને પ્રાસ લગાગાગાનાં આવર્તનને ઓર લયાન્વિત કરે છે. દરેક શેરમાં ઉલા મિસરા અને સાની મિસરામાં ક્રમશ: લગાગાગાનું આવર્તન ઉમેરાતું જાય છે. ( સાભાર : ગઝલવિશ્વ )
.

સુધીર ભાઈ ની ગઝલ ખરેખર માણવા જેવી હોય છે. અભિનંદન.
સુધીરભાઇની આ રચનામાં જીવન વિશેનું સરસ ચિંતન છે.
સુધીરભાઈનો આ નવો પ્રયોગ ગમી ગયો..
સરસ રચના.
પિરામિડની ભવ્યતા અને ભીતરનું રહસ્ય બન્ને મઝાના.
સુંદર ગઝલ… આને આઝાદ ગઝલ કહેવા કરતાં ‘પ્રયોગ-ગઝલ’ કહેવું વધુ ઉચિત નથી ?
લગાગાગાના છંદનું બંધન, છંદના આવર્તન નિયત માત્રામાં વધારતા જવાનું બંધન અને કાફિયા-રદીફના બંધન તો ખરાં જ ખરાં ! આટલા બધાં બંધન વચ્ચે આઝાદી ક્યાં?
છંદોનાં બંધનની વચ્ચે પણ મજાની આઝાદી લીધી છે… પ્રયોગ સરાહનીય છે. ભાવનું સાતત્ય પણ સ-રસ રીતે વહે છે.
આને ‘પિરામીડ-ગઝલ’ નામ આપો તો એ પણ મજાનું લાગે હોં…!
ગઝલનો નવો પ્રકાર ધ્યાનમાં આવ્યો.
વિવેકભાઇ અને ઉર્મિદીદીએ બે નવા પ્રકાર(પ્રયોગ ગઝલ અને પિરમીડ ગઝલ) આપ્યા મને તે બન્ને નામ ઉચિત જ લાગે છે.
અદભુત સર્જન!!!!!.
આભાર સૌ ભાવક મિત્રોનો અને પીંકીબેનનો!
ગઝલકાર શ્રી હનીફ સાહિલનો આઝાદ ગઝલ વિશેનો એક લેખ સપ્ટે. ૦૮ ના
‘ગઝલ-વિશ્વ’ના અંકમાં પ્રગટ થયેલો. તેમાં આ પ્રકાર વિશે વિસ્તૃત માહિતી છ. આઝાદ-ગઝલમાં છંદ, રદીફ અને કાફિયાનું બંધન તો હોય છે જ, આઝાદી એટલી કે
દરેક મિસરામાં (પંક્તિમાં) છંદના આવર્તનું માપ એકસરખું રાખવાને બદલે એમાં વધ-ઘટ કરી શકો છો.
સુધીર પટેલ.
કવિશ્રી સુધીરભાઈને અભિનંદન..કવિની ગઝલ પ્રત્યેની નિસ્બત અને વફાદારી દેખાય આવે છે…
આઝાદગઝલ વિશે થોડી વધુ માહિતી
http://webmehfil.com/?p=990
સુન્દર ગઝલ..ગઝલવિશ્વમાં પણ સુધીરભાઇની ગઝલ માણવાનો આનંદ મળેલ..અભિનન્દન સુધીરભાઇ
અને પીંકી, દરેક સુન્દર પસંદગી બદલ તને પણ ખૂબ અભિનંદન..
સુંદર રચના
સમજુતીને લીધે વધુ સારી રીતે માણી શકાઈ
બન્નેને ધન્યવાદ
પ્રયોગલક્ષી સુંદર ગઝલ અભિનંદન
Nice Rachana , Sudhirbhai !….Inviting you to my Blog to read Miratana Sabandhe & other Posts…..Chandravadan.
http://www.chandrapukar.wordpress.com
બંધન અને આઝાદીની વિભાવના જોતાં છંદ ખુદ બંધન જ છે, પણ સામાન્ય માનવી ૧૦૦ ફુટ પહોળા રસ્તા ઉપર પણ સરખો ચાલી શકતો નથી ને બજાણિયો તો પાતળી દોર પર કેવા ખેલ કરી શકે છે ?!
બંધનમાંય આઝાદી મેળવી લેવી એ કલા. પીરામીડ તો દેખાય જ છે, તેથી એ નામ સાર્થક ગણાય. જ્યારે પ્રયોગ શબ્દ તો બીજા કોઈ પણ પ્રયોગને લાગુ પડશે.
ખુબ સન્દર રચના… નવા પ્રયોગાત્મક બંધારણમાં ખુબ ઉંડુ તત્વ…