ઉદાસીની ગઝલ : ભગવતીકુમાર શર્મા

 

saanj

( ઉદાસી આ સૂરજની આંખે ચડી છે )

bsharma

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.

લખ્યું’તું તમે મારું નામ કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

ઘણાં રૂપ લઇ લઇને જન્મે છે સીતા,
જુઓ, લાગણીઓ ચિતાએ ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલ પંક્તિઓ હોઠે ચડી છે.

- ભગવતીકુમાર શર્મા

 

ભગવતીદાદાનો આજે જન્મદિન, તેમનાં જ  હસ્તાક્ષરમાં માણીએ તેમની એક ગઝલ, જેમાં એક શેર પણ તેમણે ઉમેર્યો છે.  સાંજની ઉદાસી ડૂસકે ચડી છે તો લાગણીઓ  ચિતાએ, અને મધુમાલતીના ટેકે પ્રિયજનની યાદો પણ શમણે ચડી છે. દાદાને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

 

 

.


the attachments to this post:

bsharma
bsharma

saanj
saanj


9 Comments to “ઉદાસીની ગઝલ : ભગવતીકુમાર શર્મા”

  1. nilam doshi says:

    જન્મદિવસની શુભેચ્છાઓ..

    અતિ સુન્દર ગઝલ..
    તેમના હસ્તાક્ષરમાં માણવાનો આનંદ વધારે થયો.

  2. Bharat Atos says:

    જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ ભગવતીદાદા.
    ભગવતીદાદાના અક્ષરો જોઇ ગાંધીજીના અક્ષરો યાદ આવી ગયા.
    “જરા ગણગણી લઉ તમારી સભામાં,
    ભૂલાયેલ પંક્તિઓ હોઠે ચડી છે.”
    સુંદર ગઝલ.

    ‘પંક્તિઓ’ જોડણી જરા ચકાસી લેજો.

  3. વેરી ગુડ.
    પિન્કીબેન-

    પ્રવિણ કે.શ્રીમાળી

  4. chetu says:

    જન્મ દિન ની શુભેચ્છાઓ… મારી પ્રિય ગઝલ..

  5. આદરણીય શ્રી ભગવતીદાદાના જન્મદિને,ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમને સ્વસ્થ અને દીર્ઘ આયુ પ્રદાન કરે અને આપણે એમની રચનાઓમાંથી અવિરત પ્રેરણા મેળવતા રહીએ

  6. sapana says:

    ઉદાસીના ભાવનુ સરસ નિરુપણ.ભ્ગવતીદાદાને જન્મદિવસની શુભકામના>
    મારી ગઝલ એકલતા વાંચો…ઉદાસીનુ બીજુ રૂપ.
    સપના

  7. sudhir patel says:

    શ્રી ભગવતીકુમાર શર્માને જન્મ-દિવસની હાર્દિક વધાઈ!
    ઉદાસીની દમદાર ગઝલ ફરી માણવાની મજા પડી.
    સુધીર પટેલ.

  8. Harnish Jani says:

    મારા પ્રિય સર્જકને જન્મદિનની શુભેચ્છાઓ.મત્લા સુંદર છે.

  9. સાદ્યંત સુંદર ગઝલ…

    કવિશ્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME