જાઉં છું : દિનેશ કાનાણી

 

હું બળીને રાખ થાતો જાઉં છું,
તોય તારાં ગીત ગાતો જાઉં છું.

તોય તારાં ગીત ગાતો જાઉં છું.
ઠોકરો દસ-બાર ખાતો જાઉં છું.

ઠોકરો દસ-બાર ખાતો જાઉં છું.
પથ્થરોમાં ગોઠવાતો જાઉં છું.

પથ્થરોમાં ગોઠવાતો જાઉં છું.
ને પળે પળ હું રુઝાતો જાઉં છું.

ને પળે પળ હું રુઝાતો જાઉં છું.
હું બળીને રાખ થાતો જાઉં છું.

- દિનેશ કાનાણી

 

સંસાર રુપી આગમાં બળીને રાખ થઈ  રોજ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઊભા થવાનું…..!  જો કે તસ્બી-ગઝલમાં  ઉલામિસરાનું પુનરાવર્તન  અંતિમ મિસરામાં – રાખ જ આપણું અંતિમ હોવાપણું- ની યાદ અપાવી જાય ……!! મિસરાનું પુનરાવર્તન અને ભાવસાતત્ય સતત જકડી રાખે છે.

 

 

.


3 Comments to “જાઉં છું : દિનેશ કાનાણી”

  1. સુંદર પ્રયોગ ગઝલ…

  2. sudhir Patel says:

    સરસ તસ્બી-ગઝલ!
    સુધીર પટેલ.

  3. માત્ર મક્તા અને મત્લાના જોડાણને બદ્લે તસ્બીનું આ સ્વરૂપ વધારે લોજિક્લ લાગ્યું. ઈફેક્ટિવલી 2 શેરમાં (4 મિસરામાં) વાત મઝાની થઈ છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME